Dengue : અમદાવાદમાં કોરોના બાદ ડેન્ગ્યુનો ભરડો, ગત વર્ષ કરતા 5 ગણા વધુ કેસો નોંધાયા
સિવિલ હોસ્પિટલમાં ઓક્ટોબર મહિનામાં જ ડેન્ગ્યુના 53 કેસો, હીપેટાઇટીસના 110 કેસો અને 72 ચીકુનગુનિયાના કેસો નોંધાયા છે.
AHMEDABAD :કોરોનાકાળમાં અને ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદ શહેર અને જિલ્લામાં નોંધાયા હતા. જો કે રાહતની વાત એ છે કે અમદાવાદમાં કોરોનાના કેસો ઓછા થઇ ગયા છે. પણ કોરોના બાદ હવે શહેરમાં ડેન્ગ્યુ સહીતના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો છે. ડેન્ગ્યુની સાથે હીપેટાઇટીસ અને ચીકુનગુનિયાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઓક્ટોબરમાં જ ડેન્ગ્યુના 53 કેસો નોંધાયા અમદાવાદ શહેરમાં ગત વર્ષ કરતા ડેન્ગ્યુના કેસોમાં પાંચ ગણો વધારો થયો છે. આ સાથે હીપેટાઇટીસ અને ચીકુનગુનિયાએ પણ માથું ઉચક્યું છે. સિવિલ હોસ્પિટલમાં ઓક્ટોબર મહિનામાં જ ડેન્ગ્યુના 53 કેસો, હીપેટાઇટીસના 110 કેસો અને 72 ચીકુનગુનિયાના કેસો નોંધાયા છે.
ગત વર્ષ કરતા 5 ગણા કેસો નોંધાયા અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુની સાથે હીપેટાઇટીસ અને ચીકુનગુનિયાના કેસોમાં ગત વર્ષ કરતા 5 ગણાથી વધુનો વધારો થયો છે, જે ખુબ ચિંતાજનક બાબત છે.
1)2020ના ઓગષ્ટ મહિનામાં ડેન્ગ્યુના 05 કેસો, 05 ચીકુનગુનિયાના કેસો અને હીપેટાઇટીસના 80 કેસો નોંધાયા હતા, જયારે આ વર્ષે ઓગષ્ટ મહિનામાં ડેન્ગ્યુના 132 કેસો, 42 ચીકુનગુનિયાના કેસો અને હીપેટાઇટીસના 172 કેસો નોંધાયા છે.
3)2020ના સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 25 કેસો, 15 ચીકુનગુનિયાના કેસો અને હીપેટાઇટીસના 102 કેસો નોંધાયા હતા, જયારે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 296 કેસો, 108 ચીકુનગુનિયાના કેસો અને હીપેટાઇટીસના 212 કેસો નોંધાયા છે.
3)2020ના ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુના 53 કેસો, 72 ચીકુનગુનિયાના કેસો અને હીપેટાઇટીસના 110 કેસો નોંધાયા હતા, જયારે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 327 કેસો, 168 ચીકુનગુનિયાના કેસો અને હીપેટાઇટીસના 217 કેસો નોંધાયા છે.
સિવિલમાં એક અઠવાડિયામાં 13000થી વધુની OPD અમદાવાદના નગરજનોને આ વર્ષે દિવાળીમાં કોરોનાથી રાહત મળી, પરંતુ ડેન્ગ્યુ, ચીકુનગુનિયાના અને હીપેટાઇટીસ તેમજ મેલેરિયાથી રાહત નથી મળી. આ રોગોના કેસોમાં 5 ગણો વધારો જોવા મળ્યો છે, જેના કારણે સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં 13000થી વધુની OPD નોંધાઈ છે, તેમજ ગઈકાલે એક જ દિવસમાં 3148 OPD નોંધાઈ છે.
આ પણ વાંચો : સ્કૂલ ચલે હમ : રાજ્યમાં જલ્દી જ ધોરણ-1 થી 5ના વર્ગો શરૂ થશે, જાણો શું કહ્યું શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ
આ પણ વાંચો : નવા વર્ષમાં સુરતીઓને મળશે શહીદ સ્મારકની ભેટ, વેસુમાં ભારતીય સૈન્યની જાગૃતિ માટે તૈયાર કરાશે આ પ્રોજેકટ