નવા વર્ષમાં સુરતીઓને મળશે શહીદ સ્મારકની ભેટ, વેસુમાં ભારતીય સૈન્યની જાગૃતિ માટે તૈયાર કરાશે આ પ્રોજેકટ
આ શહીદ સ્મારકમાં ઓડિયો-વિડીયો રૂમની અલગ વ્યવસ્થા તેમજ ઓડિટોરિયમની અલાયદી વ્યવસ્થા કરીને દેશભક્તિની તેમજ શહીદ જવાનોની વીરગાથાઓ પર બનેલી ડોક્યુમેન્ટરી અથવા ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવશે. ભારતીય સેના તેમજ દેશની સુરક્ષાના વિષયો પર સેમીનાર, સંમેલન અને સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવશે.
ભારતીય સેના તેમજ દેશ માટે શહીદ થયેલા જવાનોના સન્માનમાં તેમજ દેશની સેના બાબતે લોકોમાં વધુમાં વધુ જાણકારી આવે તેના માટે સુરતમાં શહીદ સ્મારકનું નિર્માણ કરવાનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે હવે શહીદ સ્મારક બનાવવાની દિશામાં અંતિમ કામગીરી થઈ રહી છે.
આ શહીદ સ્મારક સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં આવેલ વેસુ-આભવા પર આ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે.
કુલ 83,560 ચો.મી. જગ્યામાં આ પ્રોજેક્ટ રૂ.51.63 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. ત્યારે નવા વર્ષમાં શહેરીજનો માટે વધુ એક હરવા ફરવા માટેનું સ્થળ બનીને તૈયાર થઈ જશે.
વેસુ વિસ્તારમાં તૈયાર થવા જઈ રહેલા આ શહીદ સ્મારકમાં ભારતીય સૈન્યનો પરિચય તેમજ ઈતિહાસ તેમજ એક અલગ સંગ્રહાલય બનાવી સેનાની સંપૂર્ણ માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ સંગ્રહાલયમાં સેનાનો ઈતિહાસ, બટાલીયનની માહિતી, સેનાની ત્રણેય પાંખ વિશેની માહિતી, હથિયાર, તોપ, બંદૂક, ટેન્ક, બોમ્બ તેમજ કારતૂસો, લડાકુ વિમાનો, સબમરીન, રડાર તેમજ હેલિકોપ્ટર વગેરેની માહિતી હશે.
સ્મારકમાં ઓડિયો-વિડીયો રૂમની સાથે શહીદો પરની ડોક્યુમેન્ટરી પણ રજૂ કરાશે
આ શહીદ સ્મારકમાં ઓડિયો-વિડીયો રૂમની અલગ વ્યવસ્થા તેમજ ઓડિટોરિયમની અલાયદી વ્યવસ્થા કરીને દેશભક્તિની તેમજ શહીદ જવાનોની વીરગાથાઓ પર બનેલી ડોક્યુમેન્ટરી અથવા ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવશે. ભારતીય સેના તેમજ દેશની સુરક્ષાના વિષયો પર સેમીનાર, સંમેલન અને સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવશે.
ઉપરાંત ભારતીય સેનાના જવાનોની જાણકારી, એક્ઝિબિશન, સંગ્રહાલય તેમજ વગેરેથી સુરતના યુવા વર્ગમાં પણ આ બાબતે જાગૃતિ ફેલાશે. સાથે જ આ શહીદ સ્મારકમાં ઓડિટોરિયમના સેનામાં ભરતી માટે પરીક્ષાની માહિતી તથા તે બાબતને લગતી તૈયારી કરવામા જરૂરી માર્ગદર્શનની માહિતી મળતા તે પણ મદદરૂપ થશે. અને સેના દ્વારા લડવામાં આવેલા અત્યાર સુધીનાં તમામ યુદ્ધોની માહિતી પણ મુકવામાં આવશે.
શું હશે ખાસિયતો ??
-પ્લોટ એરિયા–83,560 ચોરસ મીટર
-અંદાજિત ખર્ચ–51.64 કરોડ
-એન્ટ્રન્સ પ્લાઝા જેમાં મેઇન ગેટથી શોર્ય દ્રાર સુધીની જગ્યા રાખવામાં આવી છે..જ્યાં વિશાળ અશોકચક્ર તૈયાર કરવાામં આવશે..તેમજ બંને તરફ ફાઉન્ટેઇન બનાવવામાં આવશે.જ્યાંથી આગળ વધતાં ભારત દેશનો રાષ્ટ્રધ્વજ હશે જ્યાં ધ્વજ વંદન માટે 4500 લોકો એકસાથે ભેગાં થશે.
-શોર્ય દ્રાર જેમાં 16 મીટર ઉંચા લાલ આગ્રા સ્ટોનથી તૈયાર કરવામાં આવેલા આ દ્રાર પર શૌર્ય શબ્દ અંકિત કરેલો હશે..અને દેશના શહીદોનાં તેમજ રાષ્ટ્ર પ્રેમનાં સંદેશાઓનું લખાણ હશે.
-મેમરી સ્ક્વેર અને શહીદ સ્તંભ જેમાં 38 મીટર ઉંચો શહીદ સ્તંબ રહેશે..શહીદ સ્તંભની ત્રણ પાંખો ઇન્ડીયન ફ્રીડમ ફાઇટરોની ત્રણ પાંખોનું એક સરખા યોગદાનનું પ્રતિક દર્શાવાશે.સ્તંભનાં બેઝમાં અમર શહીદ જ્યોતિ અને શહીદોને શ્રધ્ધાંજલિ આપવા માટેનું પ્લેટફોર્મ રહેશે.
-મેડીટેશન હોલ,લાઇબ્રેરી,રીડીંગ સ્પેસ અને આઉટડોર મેડીટેશન એક્ટીવીટી એ પીસ સેન્ટરનાં મુખ્ય ભાગો રહેશે..ગાઢ વૃક્ષોનું ઉધાન તેમજ સુંદર લેન્ડસ્કેપનું પણ આયોજન કરાશે.જેમાં વિશાળ વૃક્ષો સાથેના અર્બન ફોરેસ્ટને ઓક્સિજન પાર્ક તરીકે વિકસાવવામાં આવશે.
-સમગ્ર કામગીરી ત્રણ તબક્કામાં પુરી કરવામાં આવશે.
નોંધનીય છે કે આ પહેલાં આ જગ્યા પર મહાત્મા મંદિરની જેમ વિશાળ સરદાર મંદિર બનવાનું હતું. પણ આ પ્રોજેક્ટ પડતો મુકીને હવે શહીદ સ્મારક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિઝાઇન માટે દહેરાદુન, ભોપાલ અને બેંગલોરમાં જે શહીદ સ્મારકો બનાવવામાં આવ્યા છે તેની ડિઝાઇનનો પણ અભ્યાસ કરવામાં આવશે