શેકેલુ લસણ ખાવાના ફાયદા વાંચીને તમે રહી જશો દંગ

લસણ પોતાના સ્વાદ એન્ટિબાયોટિક તત્ત્વ અને આરોગ્ય લાભ માટે જાણીતી છે. જેથી તમે તેને ભોજનમાં અથવા તો કાચી પણ ખાઈ શકો છો. પરંતુ શેકેલુ લસણ ખાવાના ફાયદા જાણશો તો તમે પણ હેરાન થઈ જશો. સવારે ખાલી પેટે લસણને શેકીને ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હૃદયની નળીઓમાં કોલેસ્ટ્રોલ […]

શેકેલુ લસણ ખાવાના ફાયદા વાંચીને તમે રહી જશો દંગ
Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Oct 26, 2020 | 9:21 AM

લસણ પોતાના સ્વાદ એન્ટિબાયોટિક તત્ત્વ અને આરોગ્ય લાભ માટે જાણીતી છે. જેથી તમે તેને ભોજનમાં અથવા તો કાચી પણ ખાઈ શકો છો. પરંતુ શેકેલુ લસણ ખાવાના ફાયદા જાણશો તો તમે પણ હેરાન થઈ જશો.

સવારે ખાલી પેટે લસણને શેકીને ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હૃદયની નળીઓમાં કોલેસ્ટ્રોલ જામી જવું વગેરે દૂર કરવા માટે તે ખૂબ જ ફાયદાકારક રહેશે. જો વજન ઓછું કરવા માંગતા હોવ તો પણ તે ફાયદાકારક છે. કારણ કે કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવાની સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરશે. અને તમારું મોટાપણું પણ ગાયબ થઈ જશે.

શરદીના દિવસોમાં તે શરદી-ખાંસીથી બચાવે છે. શરીરમાં ગરમાહટ પેદા કરવામાં મદદ કરે છે, એટલું જ નહીં રક્ત પ્રવાહને પણ તે સારું બનાવે છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે સાથે બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. અને પોતાના એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ફંગલ ગુણને કારણે શરીરની અંદરની સફાઇ કરીને અસંખ્ય બીમારીઓથી બચાવી રાખે છે. તેમાં રહેલા ભરપૂર કાર્બોહાઈડ્રેટ શરીરની કમજોરી દૂર કરીને શરીરને એનર્જી આપે છે. તે બ્લડશુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે. કબજિયાતથી બચાવે છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ જિમમાં ગયા વગર પણ આ રીતે રહો ફિટ અને તંદુરસ્ત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati