વેઇટ લોસ કર્યા બાદ ત્વચા ઢીલી પડવાની સમસ્યા સાબિત થઈ શકે છે ચિંતાજનક, અપનાવો આ ઉપાય
વજન ઓછું કરવાની લ્હાયમાં જો આપણી ત્વચા ઢીલી પડી જાય તો તે ચિંતાનો વિષય બની જાય છે. કેટલાક લોકો વજન તો ઓછું કરી લે છે, પણ પેટ, ચહેરા, ગાલ, હાથ અને પગની ત્વચાને ઢીલી પડતા રોકી નથી શકતા. પણ શું તમને ખબર છે કે જ્યારે આપણું વજન વધવા લાગે છે ત્યારે જ આપણી સ્કિન હકીકતમાં […]

વજન ઓછું કરવાની લ્હાયમાં જો આપણી ત્વચા ઢીલી પડી જાય તો તે ચિંતાનો વિષય બની જાય છે. કેટલાક લોકો વજન તો ઓછું કરી લે છે, પણ પેટ, ચહેરા, ગાલ, હાથ અને પગની ત્વચાને ઢીલી પડતા રોકી નથી શકતા. પણ શું તમને ખબર છે કે જ્યારે આપણું વજન વધવા લાગે છે ત્યારે જ આપણી સ્કિન હકીકતમાં લુઝ થવા લાગે છે. અને આવું એટલા માટે થાય છે કારણ કે આપણી સ્કિનનો સરફેસ એરિયા વધવા લાગે છે.

જ્યારે વજન ઓછું કરવા લાગીએ ત્યારે ચરબી તો ઓછી થઈ જાય છે પણ સ્કિનનો સરફેસ એરિયા એનો એ જ રહે છે. કેટલાક લોકોમાં તો વજન વધ્યા પછી સ્કિન એટલી લુઝ થઈ જાય છે કે ઓપરેશન પણ કરવું પડે છે.

શું કરશો ઉપાય ? 1). વજન ઘટાડવા માટે સ્વસ્થ રીત અપનાવો. અચાનક ભોજનમાં કેલેરીની માત્રા ઓછી ન કરો. તેનાથી તમારી માંસપેશીઓની કોશિકાઓ વધશે અને સ્કિન ટાઈટ રહેશે.
2). વજન ઓછું કરવા દરમ્યાન તમે તમારી માંસપેશીઓની કોશિકાઓ ઓછી નથી થવા દેતા તો તમારી સ્કિન લુઝ થવાની સંભાવનાઓ ઘટી જાય છે. જ્યારે આપણે વજન ઘટાડવા વાળી ડાયેટ પર હોઈએ છીએ ત્યારે આપણી ચરબી તો ઉતરે જ છે પણ માંસપેશીઓની કોશિકા પણ નષ્ટ થવા લાગશે તો સ્કિનનું સરફેસ વધારે ખાલી થશે જેના લીધે સ્કિન વધારે લુઝ થશે. જેથી પ્રોટીનયુક્ત ખોરાક ખાઓ.

3). સ્ટ્રેનથ ટ્રેનિંગ એક્સરસાઇઝથી માંસપેશીઓને વજન ઓછું કરવાની સાથે મજબૂત પણ રાખી શકાય છે. સાથે જ માંસપેશીઓની નવી કોશિકાઓ પણ બનશે. ચહેરાની માંસપેશીઓ મજબૂત કરવા માટે ફેશિયલ એક્સરસાઇઝ કરવી જોઈએ.

આ સાથે જ હાઈ પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ. જેમાં માછલી, ઈંડા, ડેરી ઉત્પાદનો, જમરૂખ, બદામનો સમાવેશ થાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
