ઉંમર કરતા વહેલાં વૃદ્ધ દેખાવું હોય તો જ વધારે ગળ્યું ખાજો, વાંચો આ અહેવાલ

વધારે મીઠું ખાવાનો શોખ ક્યાંક તમારા આરોગ્ય માટે ભારે ન પડી જાય. જો તમે વધારે મીઠું એટલે કે ગળ્યું ખાવાના શોખીન છો તો તમારે જરૂર જાણવું જોઈએ કે તમારે સાવધાન રહેવાની જરૂર શા માટે છે ?   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   અસંખ્ય બીમારીઓની જડ […]

ઉંમર કરતા વહેલાં વૃદ્ધ દેખાવું હોય તો જ વધારે ગળ્યું ખાજો, વાંચો આ અહેવાલ
Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Oct 20, 2020 | 5:39 PM

વધારે મીઠું ખાવાનો શોખ ક્યાંક તમારા આરોગ્ય માટે ભારે ન પડી જાય. જો તમે વધારે મીઠું એટલે કે ગળ્યું ખાવાના શોખીન છો તો તમારે જરૂર જાણવું જોઈએ કે તમારે સાવધાન રહેવાની જરૂર શા માટે છે ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અસંખ્ય બીમારીઓની જડ છે ઓબેસિટી એટલે કે મોટાપો. જ્યારે આપણે ખાંડ ખાઈએ છીએ ત્યારે આપણા શરીરમાં લીપોપ્રોટીન લીપોઝ બને છે. જેના કારણે આપણી કોશિકાઓમાં ચરબી જમા થવા લાગે છે. જેના કારણે આપણે મોટાપાનો શિકાર બનીએ છે. જ્યારે આપણે ખાંડ વધારે ખાઈએ છે તો તેની સીધી અસર પાચનતંત્ર પર પડે છે અને તે કમજોર થઈ જાય છે. તેવું થવા પર બીમારીઓ આપણે ઘેરી લે છે. ખાંડમાં કેલેરી સિવાય એવા કોઈ જ પોષક તત્વો નથી. જે આપણા શરીરને ઉર્જા વધારવા માટે મદદ કરે જેથી જ્યારે તમે ખાંડ વધારે માત્રામાં ખાઓ છો તેના થોડા સમય પછી જ તમારી એનર્જી ઓછી થશે અને તમે આળસનો અનુભવ કરશો. આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલવાથી ખતરનાક સાબિત થઇ શકે છે.

અધિક માત્રામાં ખાંડનું સેવન આપણા લીવરનું કામ વધારી દે છે અને શરીરમાં લિપિડનું નિર્માણ વધારે છે. આવી સ્થિતિમાં ફેટી લીવર ડિસિઝ જેવી સમસ્યાનો ખતરો વધી જાય છે. વધારે માત્રામાં ખાંડ ખાવાથી બ્લડ શુગર લેવલ વધી જાય છે જે મગજ માટે નુકસાનકારક છે. આવી સ્થિતિમાં મગજ સુધી યોગ્ય માત્રામાં ગ્લુકોઝ પહોંચતુ નથી અને મગજ સારી રીતે કામ નથી કરી શકતું, જેથી મેમરી લોસ પણ થઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સમય કરતા પહેલા વૃદ્ધ દેખાવા પાછળ પણ વધારે ખાંડ લેવાનું એક મોટું કારણ છે. જ્યારે આપણે વધારે માત્રામાં શુગર ખાઈએ છીએ તો તે બોડીમાં ઈન્ફ્લેમેટરી ઈફેક્ટ બનાવે છે. જેનાથી ત્વચા પર ખીલ થવા, વૃદ્ધ થવું અને કરચલીઓની સમસ્યા વધારે છે. વધારે પડતી ખાંડનું સેવન હાર્ટએટેક અને હાર્ટ સ્ટ્રોક જેવી સમસ્યાઓ માટે પણ જવાબદાર હોઈ શકે છે, કારણ કે તે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ વધારે છે જે હૃદય માટે ઘાતક સાબિત થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati