આ છે એવા શાકભાજી અને ફળ, જેની છાલમાં પણ રહેલા છે ભરપૂર પોષકતત્વો

એવી ઘણી શાકભાજી અને ફળો છે જેની છાલમાં પણ તેટલા જ પૌષ્ટિક ગુણો રહેલા છે, જેટલા તે શાકભાજી અને ફળ ની અંદર હોય છે. અમે તમને એવા 6 ફળ અને શાકભાજી વિશે બતાવીએ, જેને તમે છાલ સાથે પણ બેફિકર ખાઈ શકો છો. ગાજરની છાલ : એ વાત તો બધા જાણતા હશે કે ગાજર ખાવાથી આંખની […]

આ છે એવા શાકભાજી અને ફળ, જેની છાલમાં પણ રહેલા છે ભરપૂર પોષકતત્વો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 28, 2020 | 12:19 PM

એવી ઘણી શાકભાજી અને ફળો છે જેની છાલમાં પણ તેટલા જ પૌષ્ટિક ગુણો રહેલા છે, જેટલા તે શાકભાજી અને ફળ ની અંદર હોય છે. અમે તમને એવા 6 ફળ અને શાકભાજી વિશે બતાવીએ, જેને તમે છાલ સાથે પણ બેફિકર ખાઈ શકો છો.

ગાજરની છાલ : એ વાત તો બધા જાણતા હશે કે ગાજર ખાવાથી આંખની રોશની તેજ થાય છે. પણ કદાચ જ તમને ખબર હશે કે ગાજરની છાલ ખાવાથી આંખની રોશની માં સુધારા સાથે સાથે કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે. ગાજરની છાલમાં વિટામિન બી-6, વિટામિન સી, વિટામિન એ, મેગ્નેશિયમ, પોટેશિયમ તેમજ અન્ય ન્યુટ્રિશિયન જોવા મળે છે. જે કેન્સરની કોશિકાઓને વધતા અટકાવવામાં સહાયક થાય છે. આ ઉપરાંત ગાજરની છાલમાં બીટા કેરોટીન હોય છે, જે ત્વચા તડકાની અસર ઓછી કરવામાં મદદ કરે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સફરજનની છાલ : જેવી રીતે સફરજનમાં ભરપૂર માત્રામાં મિનરલ અને વિટામિન હોય છે. તેવી જ રીતે તેની છાલમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. કહેવામાં આવે છે કે સફરજનની છાલમાં એવું ફાઇબર હોય છે જે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઓછા કરવાની સાથે-સાથે શુગરના સ્તરને મેઇન્ટેઇન રાખવામાં મદદ કરે છે.

બટાકાની છાલ : એવું માનવામાં આવે છે કે બટાકાની છાલ માં બટાકા કરતાં વધારે ગુણ હોય છે. બટાકાના છાલ મેટાબોલિઝમ યોગ્ય રાખવામાં મદદ કરે છે. તેને ખાવાથી નર્વસને મજબૂતી મળે છે. બટાકાની છાલ માં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી એનિમિયા થવાનો ખતરો ખૂબ જ ઓછો થઈ જાય છે.

કેળાની છાલ : કેળાની છાલ માં વિટામિન, મિનરલ, પ્રોટીન એન્ટિફંગલ ફાઇબર જેવા પોષક તત્વો હોય છે. તે લોહી સાફ કરવામાં અને કબજિયાત વગેરે ખતમ કરવામાં મદદ કરે છે. તેમાં ટ્રિપ્ટોફેન નામનું તત્વ હોય છે જે આરામની ઊંઘ લાવવામાં મદદ કરે છે.

રીંગણની છાલ : રીંગણની છાલમાં રહેલા નૈસોનીન એન્ટિઓક્સિડન્ટ દિમાગ અને નર્વસ સિસ્ટમમાં થનારા કેન્સરથી બચાવે છે. એવું માનવામાં આવે છે કે તે ખાવાથી ઉંમરની અસર પણ ઓછી થાય છે.

કાકડીની છાલ : કાકડીને પણ છાલ સાથે ખાવું ફાયદાકારક રહે છે. તે શરીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન કે વગેરેની કમી પૂરી કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃઆ સમાચાર વાંચ્યા પછી તમને રેસ્ટોરન્ટમાં હાથથી જમવામાં સહેજ પણ શરમ નહિં આવે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">