કેન્સરથી પીડિત એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને વાળ વગરના ફોટોમાં જોઈને દુ:ખી થયા હતા તો હવે જુઓ સોનાલી બેન્દ્રેની સૌથી ખૂબસૂરત તસવીરો, બેન્દ્રેએ જીતી લધી કેન્સર સામેની જંગ

કેન્સરથી પીડિત એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને વાળ વગરના ફોટોમાં જોઈને દુ:ખી થયા હતા તો હવે જુઓ સોનાલી બેન્દ્રેની સૌથી ખૂબસૂરત તસવીરો, બેન્દ્રેએ જીતી લધી કેન્સર સામેની જંગ

આજે છે વર્લ્ડ કેન્સર ડે. કેન્સરનું નામ પડતા આજે પણ લોકો હતાશ થઈ જાય છે. પરંતુ બૉલિવૂડની આ એક્ટ્રેસે કેન્સરને મ્હાત તો આપી પણ હવે પોતાના કામ પર પરત પણ ફરી છે. બૉલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેંદ્રેએ કેન્સર જેવી ખતરનાક બીમારીનો ડટીને સામનો કર્યો છે. ન્યૂયૉર્કમાં કેટલાંયે મહિનાઓ સુધી ઈલાજ કરાવ્યા બાદ સોનાલી થોડા સમય પહેલા […]

TV9 Web Desk3

|

Feb 04, 2019 | 10:52 AM

આજે છે વર્લ્ડ કેન્સર ડે. કેન્સરનું નામ પડતા આજે પણ લોકો હતાશ થઈ જાય છે. પરંતુ બૉલિવૂડની આ એક્ટ્રેસે કેન્સરને મ્હાત તો આપી પણ હવે પોતાના કામ પર પરત પણ ફરી છે.

બૉલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેંદ્રેએ કેન્સર જેવી ખતરનાક બીમારીનો ડટીને સામનો કર્યો છે. ન્યૂયૉર્કમાં કેટલાંયે મહિનાઓ સુધી ઈલાજ કરાવ્યા બાદ સોનાલી થોડા સમય પહેલા ભારત પરત ફરી છે. કેન્સર સામે જંગ જીત્યા બાદ સોનાલી બેંદ્રેએ ફેન્સને એક ખુશખબર આપી છે. આ ખુશખબર સોનાલીએ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને સેટનો એક ફોટો પોસ્ટ કરીને આપી છે.

સોનાલીએ પોતાના ફોટો સાથે એક કેપ્શન પણ લખ્યું છે. આ કેપ્શનમાં સોનાલીએ પોતાની ખુશી પોતાના ફેન્સ સાથે શેર કરી છે. તેણે લખ્યું છે,

“લાંબા આરામ બાદ સેટ પર પરત ફરી છું. ઘણાં સ્તરો અને ઘણી બધી રીતે મારી પરીક્ષા લેવાઈ ચૂકી છે. ફરીથી કામ પર પરત ફરીને અજીબ લાગી રહ્યું છે. મારી પાસે મારી લાગણીઓને વર્ણવા માટેના શબ્દો નથી. કેમેરાને ફરીથી ફેસ કરવો એક અલગ અનુભવ રહેશે મારા માટે.”

સોનાલીએ આગળ લખ્યું,

“છેલ્લા થોડા મહિનાઓથી મારી લાગણીઓ મરી રહી હતી. એવી લાગણીઓ વ્યક્ત કરવી સારી લાગે છે કે જે તમારા કામને જોઈએ. આ એ જ દિવસ છે જે મારી મદદ કરી રહ્યો છે. #SwitchOnTheSunshine #OneDayAtATime..”

આ પોસ્ટ સાથે સોલાનીએ એક ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં સોનાલી વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેની સાથે જ ડેનિમ જેકેટ અને ગૉગલ્સ પણ તેના પર સારા લાગી રહ્યાં છે.

સોનાલીના જન્મદિવસ પર ગોલ્ડીની પોસ્ટ પણ વાયરલ થઈ હતી જે ઘણી લાગણીસભર હતી. ગોલ્ડીએ ખૂબ સુંદર કેપ્શન સાથે એક ફોટો શેર કર્યો હતો. ગોલ્ડી બહલે લખ્યું હતું,

“એવું માનવામાં આવે છે કે તમારો પાર્ટનર તમારી તાકાત હોય છે. તમારો સારો મિત્ર પણ અને સૌથી વધુ તમારી પ્રેરણા પણ. પરંતુ મારા માટે તમે આ બધાથી વધારે છો. ભલે 2018નું વર્ષ તમારા માટે મુશ્કેલીભર્યું રહ્યું પરંતુ મને તમારી હિંમત અને ધૈર્ય પર ગર્વ છે. જે લોકો તમને નજીકથી ઓળખે છે તે તમામ લોકોને તમે પ્રભાવિત કર્યાં છે.”

View this post on Instagram

Happy birthday Sonali ❤ They say your partner needs to be your best friend, your sounding board, your mirror, your strength, your inspiration. You have been all that and more to me. 2018 was a tough year on you but I am so proud of the dignity and courage with which you handled it. Not only did you help me find my own strength, but you imparted that to every soul who followed your life closely. It is never easy to be at the receiving end and yet be so positive and spread so much love. Thank you for being the person you are. On your special day, I wish you all things wonderful, all things love, all things that bring a cheer to you through the year. So #SwitchOnTheSunshine like you always do and make this year count #OneDayAtATime.

A post shared by Goldie Behl (@goldiebehl) on

તમને કહી દઈએ કે સોનાલી બેન્દ્રે 4 મહિના સુધી ન્યૂયોર્કમાં ઈલાજ કરાવ્યા બાદ ભારત પરત ફર્યાં છે. આજે વર્લ્ડ કેન્સર ડે પર પણ સોનાલી બેન્દ્રેએ તેનો એક ફોટો, લખાણ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

View this post on Instagram

World Cancer Day… who would have thought it would become such a thing… but it has! And just the mere mention of the C word brings dread in the hearts of anyone who hears it. We fear it so much that we’d rather not talk about it… which is why it’s important to have a day where we pull out the band aid and help us deal with this disease. I was scared too, but soon realised that burying my head in the sand was not the way to deal with this. And so… with the little experience I have had, I urge you all to take the time to understand it. There's more to cancer than being emotional or weak or even being called a fighter or a survivor. It requires you to study it, find out what works for you and to be diligent about your treatment. It requires days of strongly believing in oneself, of knowing that tomorrow will be better than today. It is not a fight against negative thoughts. It's taking a stand to not give in, no matter what. Most importantly, it is about living every day, and not just surviving. Just taking it #OneDayAtATime makes it easier to #SwitchOnTheSunshine. #WorldCancerDay

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

[yop_poll id=1071]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati