Sleep Problem: રાત્રે ઊંઘતા પહેલા જો તમે પણ લેતા હોય આ ખોરાક તો ચેતજો
Sleep Problem : રાતે સુતા પહેલા લોકો અમુક વસ્તુનું સેવન કરતા હોય છે. જેના કારણે ઊંઘ ના આવવાની સમસ્યા રહે છે.
Sleep Problem: આપણામાંથી મોટાભાગના લોકો ડેઝર્ટના વિકલ્પ તરીકે ફુલ ફ્રુટ (Fruit) હેલ્ધી હોવાનું માને છે. પરંતુ જો તમે ખાસ કરીને સૂવા જતાં પહેલાં ફળ ખાતા હોત તો તમને નુકસાન થઈ શકે છે. સામાન્ય રીતે ફ્રૂટ્સમાં પુષ્કળ ખાંડ હોય છે અને તમે જે ભોજન જમ્યા હોય તેની આસપાસ ઉપર જ રહે છે. તેમાં પછી આથો આવવાનું શરૂ થાય છે અને તેના કારણે તેમને અપચો થાય છે અને લાંબા સમય સુધી બેચેની અનુભવી શકો છો. રાતે ભૂલથી પણ આ વસ્તુનું સેવન ના કરવું જોઈએ.
આઈસ્ક્રીમ (ice cream)
સુતા પહેલા comfort food લાગતો આઈસ્ક્રીમ તમને ઊંઘ ન આવવાનું કારણ બની શકે છે. આઈસ્ક્રીમમાં શર્કરાને કારણે તમારા શરીરમાં એટલો જોમ અને જુસ્સો આવી જાય છે અને જો તમે જ્યારે ચરબી પચાવી શકવાના ન હો ત્યારે સુતા પહેલા આટલી બધી આઈસ્ક્રીમ ખાવી યોગ્ય નથી.
કેન્ડી(candy)
સુતા પહેલા કેન્ડી કે પીપરમીન્ટ ખાવાથી કઈ બહુ નુકસાન થતું નથી એવું તમે ભલે માનતા હો, પરંતુ અભ્યાસો દર્શાવે છે કે સુતા પહેલા કેન્ડી ખાવાથી ઊંઘ દુર ભાગી શકે છે. એ માટે તેમાં રહેલી શર્કરા જવાબદાર છે. જે દુસ્વપ્ન લાવવાના મગજના તરંગોને પાત્ર વધુ બનાવે છે.
તળેલો ખોરાક
french fries, પકોડા વગેરે રાતના ખાવા માટે એકદમ આસન ફૂડ છે. પરંતુ એ ખાવાથી તમારી રાત બગડી શકે છે. તળેલી વાનગીઓમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. એટલે તે તમારી પાચનક્રિયા પર ભારે પડે છે. એટલે એ પચે નહીં ત્યાં સુધી તમે જાગતા જ રહો છો.
રેડ મીટ (red meet)
ડિનરમાં રેડમીટ શક્ય હોય તો ટાળો જ અથવા જો તમારે ખાવું હોય તો સુવા ના ત્રણ કલાક પહેલા ખાઓ. રેડ મીટમાં પુષ્કળ પ્રોટીન અને ફેટ હોય છે. જેના માટે તમારી ડાઈજેસ્ટિવ સિસ્ટમને લાંબો સમય કામ કરવું પડે છે. એ તમને માત્ર ઊંઘવામાં જ ખલેલ પહોંચાડશે એટલું જ નહીં, પરંતુ જો તમને બરાબર પચવા નહીં દો તો તમે બેચેની અનુભવશો.
મરી મસાલા વાળો આહાર
આપણને મસાલેદાર તીખુંતમતમતું ખાવાનું ભાવે છે. પરંતુ રાત્રે આવો ખોરાક ખાવાથી પેટમાં એસિડની માત્રા વધી જાય છે. જેના કારણે છાતી અને પેટમાં બળતરા થાય છે. સાથે સાથે આફરો ચડે છે અને બેચેની પણ અનુભવાય છે.
ચોકલેટ (chocolate)
આપણામાંથી મોટાભાગના લોકોને ચોકલેટ ભાવતી હોય છે. રાત્રે ચગળવાનું પણ મન થાય છે. તમે પણ સુતા પહેલા ચોકલેટ ખાતા હો તો આદત છોડી દેજો. ચોકલેટમાં ભરપૂર માત્રામાં ખાંડ અને ફેટ હોય છે અને ક્યારેક તેમાં કેફીન પણ હોય છે. જેના કારણે ઊંઘ આવતી નથી.
કોફી (coffee)
તમે જાણો છો કે એક કપ કોફી તમને બાકીના પાંચ કલાક જાગતા રાખી શકે છે. કોફીમાં કેફિનનું ઉત્તેજક છે. જે ઊંઘને દૂર રાખે છે. આથી જો તમે રાત્રે મીઠી નીંદર લેવા માંગતા હો તો કોફીથી દૂર રહેજો.
(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)