પાણી પીધા પછી પણ તરસ લાગવી એ છે ડિહાઈડ્રેશનનું લક્ષણ, વાંચો આ અહેવાલ

તરસ બધાને લાગે છે, ગળું બધાનું સુકાય છે. આ વાક્યને તમે ઘણી વખત સાંભળ્યું હશે પણ શું તમે જાણો છો કે આવું કેમ થાય છે. રેગ્યુલર બેઝિસ પર તરસ લાગવી એ સામાન્ય છે પણ પાણી પીધા પછી પણ તમને તરસ લાગવી એ ડીહાઈડ્રેશનની નિશાની છે. પાણી ઓછું પીવાથી કે પરસેવો વધારે થવાથી કોઈપણ ઉંમરમાં આ […]

પાણી પીધા પછી પણ તરસ લાગવી એ છે ડિહાઈડ્રેશનનું લક્ષણ, વાંચો આ અહેવાલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 10, 2020 | 6:25 PM

તરસ બધાને લાગે છે, ગળું બધાનું સુકાય છે. આ વાક્યને તમે ઘણી વખત સાંભળ્યું હશે પણ શું તમે જાણો છો કે આવું કેમ થાય છે. રેગ્યુલર બેઝિસ પર તરસ લાગવી એ સામાન્ય છે પણ પાણી પીધા પછી પણ તમને તરસ લાગવી એ ડીહાઈડ્રેશનની નિશાની છે. પાણી ઓછું પીવાથી કે પરસેવો વધારે થવાથી કોઈપણ ઉંમરમાં આ સમસ્યા થઈ શકે છે. શરીરમાં જેટલા સેલ્સ છે તેને યોગ્ય રીતે કામ કરવા માટે ઓક્સિજનની જરુર પડે છે અને શરીરમાં રહેલું પાણી આ કામ કરે છે. આ પરેશાનીથી બચવા નીચે બતાવેલી વસ્તુઓનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.

Pani pidha pachi pan taras lagvi e che dehydration nu lakshan vancho aa aehval

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). એક સંશોધન અનુસાર જે લોકો પાણીની જગ્યાએ નારિયેળ પાણી વધારે પીવે છે તેમને પણ ડીહાઈડ્રેશન થઈ શકે છે. વર્ક આઉટ પછી જે લોકો પાણીની જગ્યાએ નારિયેળ પાણી પીએ છે, તેમનામાં પોષક તત્વોની કમી હોય શકે છે.

2). ભોજનમાં સ્વાદ વધારવા લોકો સોયા સોસનો ઉપયોગ કરે છે પણ તે શરીર માટે હાનિકારક હોય શકે છે. તેમાં ખાંડ અને મીઠું બંને હોય છે જે ઈલેક્ટ્રોલાઈટ્સ સંતુલનને બગાડે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Pani pidha pachi pan taras lagvi e che dehydration nu lakshan vancho aa aehval

3). બીટ ખાવાથી ઘણી સમસ્યા દૂર થાય છે પણ તેના વધુ પડતા સેવનથી શરીરમાં પાણીની કમી થઈ શકે છે. બીટમાં પોટેશિયમ હોય છે, જે શરીરમાંથી તરલ પદાર્થને બહાર કાઢે છે.

4). ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પણ કોઈપણ વસ્તુનો અતિરેક નુકશાનદાયક હોય શકે છે. જો તમે વધુ ગ્રીન ટી પીવો છો તો તમારે વારંવાર પેશાબ જવું પડે છે અને તમને ડીહાઈડ્રેશન થઈ શકે છે.

5). કોફીને ડીહાઈડ્રેટિંગ એલિમેન્ટના રૂપે માનવામાં આવે છે. બે કપ કરતા વધારે કોફી પીવાથી શરીરમાં સોડિયમ બનવા લાગે છે, જે તમારા શરીરમાં પાણીની કમી ઉભી કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">