લેપટોપ, મોબાઈલ કે કોમ્પ્યુટરની સામે સતત કામ કરવાની વચ્ચે આંખોને આપો 10 મિનિટનો આરામ નહીં તો ઉભી થશે આ મુશ્કેલી

લેપટોપ, મોબાઈલ કે કોમ્પ્યુટરની સામે સતત કામ કરવાની વચ્ચે આંખોને આપો 10 મિનિટનો આરામ નહીં તો ઉભી થશે આ મુશ્કેલી

ઓફિસમાં તો અત્યાર સુધી લેપટોપ કે કોમ્પ્યુટર પર કામ કરતા જ હતા અને હવે લોકો ઘરેથી પણ જ્યારે કામ કરી રહ્યા છે તો પણ મોબાઈલ અને લેપટોપ કે ટેબ્લેટ લઈને જ કામ કરવાનું થાય છે. બાકી બચેલો સમય પણ હવે મોબાઈલ અને ટીવી લઈ લે છે. આમ દિવસમાં સામાન્ય રીતે 10-12 કલાક સ્ક્રીન પર જ અટકેલી રહે છે. હવે વિચારો તેની તમારી આંખો પર શું અસર થતી હશે?

Laptop mobile ke computer ni same satat kam karvani vache aankho ne aapo 10 minit no aaram nahi to ubhi thase aa muskeli

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Laptop mobile ke computer ni same satat kam karvani vache aankho ne aapo 10 minit no aaram nahi to ubhi thase aa muskeli

1. આંખો કે માથામાં દુખાવો થવા લાગે છે.

2. સ્ક્રીન પર ધ્યાન કેન્દ્રિત થઈ શકતું નથી.

3. થોડીવાર પછી ઝાંખું દેખાવા લાગે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

4. આંખોમાં બળતરા થાય છે.

5. આંખોમાં ડ્રાયનેસની સમસ્યા થઈ શકે છે, તેનાથી આંખોમાં ખટકવું, ખંજવાળ આવવી, થાક અથવા આંખ ભારે થઈ જાય છે.

6. થોડું કામ કરતા જ આંખોમાંથી પાણી નીકળવા લાગે છે. આંખો લાલ થઈ જાય છે.

7. આ સમસ્યા લાંબો સમય રહે તો આંખની કીકીને નુકશાન થતું હોવાથી શરૂઆતમાં જ આની સારવાર કરવી જરૂરી છે.

8. જો આંખમાં ડ્રાયનેસ લાંબા સમય સુધી રહે તો દવાથી કાયમી આરામ નથી મળતો. આ સમસ્યાને ડ્રાય આઈ સિન્ડ્રોમ કહે છે.

9. ઓફિસમાં કામ કરતા હો કે બાળકો ઓનલાઈન અભ્યાસ કરતા હોય તો મોબાઈલ અને ટીવી જોવાનો સ્ક્રીન ટાઈમ ઘટાડો. દર દસ મિનિટે આંખને આરામ આપો.

10. સ્ક્રીન પર અક્ષર વાંચી શકાય તે રીતે ઓછામાં ઓછા ત્રણ ગણા મોટા રાખો. જ્યાં બેસીને કામ કરતા હો ત્યાં પૂરતો પ્રકાશ હોય તેનું ધ્યાન રાખો.

11. લેપટોપ કે મોબાઈલ પર અભ્યાસ કરતા બાળકોને કલાસીસ પુરા થાય ત્યારે અડધા કલાક કે કલાક સુઈ જવા જણાવો.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

  • Follow us on Facebook

Published On - 5:25 pm, Thu, 17 September 20

Click on your DTH Provider to Add TV9 Gujarati