AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WINTERમાં પાણીના અભાવને કારણે થશે DEHYDRATION, કિડની સહિતના આ અંગો પર થશે ખરાબ અસર

લોકોને શિયાળાની(WINTER) ઋતુમાં ખૂબ જ ઓછી તરસ લાગે છે. પરંતુ જ્યારે ઓછી તરસ લાગે છે, ત્યારે એવું ન વિચારો કે શરીરને પાણીની(WATER) જરૂર નથી.

WINTERમાં પાણીના અભાવને કારણે થશે DEHYDRATION, કિડની સહિતના આ અંગો પર  થશે ખરાબ અસર
Charmi Katira
| Edited By: | Updated on: Jan 24, 2021 | 6:35 PM
Share

લોકોને શિયાળાની(WINTER) ઋતુમાં ખૂબ જ ઓછી તરસ લાગે છે. પરંતુ જ્યારે ઓછી તરસ લાગે છે, ત્યારે એવું ન વિચારો કે શરીરને પાણીની(WATER) જરૂર નથી. તમને ખબર નહીં હોય પણ પાણીના અભાવને લીધે તમારું શરીર ધીમે ધીમે ડિહાઇડ્રેટ થવા લાગે છે. હેલ્થ એક્સપર્ટના મતે ડિહાઇડ્રેશનથી (DEHYDRATION) શરીરના મુખ્ય અંગ પર ઘણી ખરાબ અસર પડે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ડિહાઇડ્રેશન આપણા આરોગ્યના નુકસાનનું કારણ બની શકે છે.

ડિહાઇડ્રેશનને કારણે ઇલેક્ટ્રોલાઇટનું સ્તર ખૂબ ઓછું હોય છે. જેના કારણે મગજમાં ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે. ઇલેક્ટ્રોલાઇટ્સ પોટેશિયમ અને સોડિયમ જેવા ખનિજો છે જે કોષો વચ્ચે સિગ્નલ મોકલવાનું કામ કરે છે. મેયો ક્લિનિક મુજબ, જો તમારી ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછી છે, તો તેઓ કોષોને સંકેત મોકલી શકશે નહીં અને જેના કારણે સ્નાયુઓના તણાવથી લઈને હાર્ટ એટેક સુધીની સમસ્યાઓ થઈ શકે છે.

જ્યારે શરીરમાં પાણીનો અભાવ હોય છે ત્યારે કોષો મગજમાં સંકેત મોકલે છે કે તમને તરસ લાગી છે. જો કે, ડિહાઇડ્રેશન મગજને અન્ય રીતે અસર કરે છે. ડિહાઇડ્રેશનની સીધી અસર મૂડ અને પર્ફોર્મનસ સાથે જોડાયેલ છે. અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રિશનના મેગેઝિન અનુસાર, ફક્ત 2 ટકા ડિહાઇડ્રેશન કોઈપણ કાર્યને બગાડે છે. ડિહાઇડ્રેશનની અસર યાદશક્તિ પર પડે છે.

જ્યારે શરીરમાં પાણીનો અભાવ હોય છે, ત્યારે કોષો હાયપોથાલેમસને સંકેત મોકલે છે. જે વાસોપ્ર્રેસિન નામનું હોર્મોન બહાર કાઢે છે. તે એન્ટિડિરેક્ટિક હોર્મોન (ADH) તરીકે પણ ઓળખાય છે. આ હોર્મોન કિડનીને લોહીમાંથી ઓછું પાણી કાઢવાનો સંકેત આપે છે, જેના કારણે પેશાબ ઓછું, જાડા અને ઘાટા રંગનું આવે છે. કિડની લોહીનું મુખ્ય ફિલ્ટર છે અને પર્યાપ્ત પ્રવાહી વિના તેઓ શરીરમાંથી ઝેરને કાઢી શકતા નથી.

લાંબા સમય સુધી તરસ્યા રહેવા પર સૌથી વધુ અસર કિડની પર પડે છે. નેશનલ કિડની ફાઉન્ડેશન અનુસાર, આ રીતે કિડનીને ઈજા થઈ શકે છે અને તમને કિડનીની બીમારી પણ થઈ શકે છે. શરીરમાં પાણીનો અભાવ પણ પથરીની સમસ્યાઓનું કારણ બને છે. મેયો ક્લિનિક અનુસાર, જે લોકો ગરમ, સુકા હવામાનમાં જીવે છે અને જેઓ અન્ય કરતા વધારે પરસેવો કરે છે, તે લોકોમાં આ જોખમ વધુ જોવા મળે છે.

લોહી બનાવવા માટે શરીરને પ્રવાહીની જરૂર હોય છે. જ્યારે શરીરમાં પ્રવાહીનો અભાવ હોય છે, ત્યારે લોહીનું સ્તર પણ ઘટે છે. શરીરમાં પાણીના અભાવને લીધે, હાયપોટેન્શન અથવા લો બ્લડ પ્રેશરની ફરિયાદ થઈ શકે છે અને આ કારણે તે વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે.

પાચનની સિસ્ટમ પર અસર : પાચક તંત્રને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. શરીરમાંથી માત્ર કચરો જ બહાર નીકળે છે અને પાચક શક્તિ તંદુરસ્ત રહે છે. સ્ટીફનસ્કી કહે છે, “શરીરમાં પ્રવાહીના અભાવથી શૌચક્રિયા પર અસર પડે છે.”

ત્વચા પર અસર : પાણીના અભાવની પણ ત્વચા પર સીધી અસર કરે છે. પાણીના અભાવને લીધે ત્વચા શુષ્ક થવા માંડે છે અને હોઠ ફાટવા લાગે છે. સારી અને સ્વસ્થ ત્વચા માટે સારી હાઇડ્રેશન હોવું મહત્વપૂર્ણ છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">