મ્હોમાં ચાંદાની રહે છે કાયમી ફરીયાદ ? તો અપનાવી જુઓ આ તરકીબ

મ્હોમાં ચાંદાની રહે છે કાયમી ફરીયાદ ? તો અપનાવી જુઓ આ તરકીબ

મોઢામાં ચાંદાની સમસ્યા બહુ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. મોઢાનાં ચાંદાને સહન કરવા બહુ મુશ્કેલ હોય છે. આ ઘા અને ઈજા જેવા હોય છે. કે જે ક્યાં તો જીભ, ગાલમાં, હોઠો પર કે મોઢાની નીચેની તરફ થાય છે. તેમનો દુઃખાવો બહુ મુશ્કેલ હોય છે. અને ખાસ તો જમતી વખતે કે બ્રશ કરતી વખતે બહુ […]

Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Oct 07, 2020 | 6:35 PM

મોઢામાં ચાંદાની સમસ્યા બહુ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. મોઢાનાં ચાંદાને સહન કરવા બહુ મુશ્કેલ હોય છે. આ ઘા અને ઈજા જેવા હોય છે. કે જે ક્યાં તો જીભ, ગાલમાં, હોઠો પર કે મોઢાની નીચેની તરફ થાય છે. તેમનો દુઃખાવો બહુ મુશ્કેલ હોય છે. અને ખાસ તો જમતી વખતે કે બ્રશ કરતી વખતે બહુ જ તકલીફ પડે છે.

મોઢાનાં ચાંદા ક્યાં તો તે એક ઘા તરીકે આવે છે, નહિંતર તે જૂથમાં પણ થાય છે. તે મોઢામાં લાલ ચકામાની જેમ દેખાય છે.  જે ઉપરની તરફ સફેદ – પીળા હોય છે. મોઢાનાં ચાંદા એ બાબતનો સંકેત હોય છે, કે તમારા શરીરમાં કંઇક અસંતુલન થઈ રહ્યું છે, જેમ કે કબજિયાત, એસિડિટી, પોષક તત્વોની ઉણપ કે હૉર્મોન્સમાં અસંતુલન. મોઢામાં ચાંદા થવાનાં બીજા ઘણા કારણો પણ હોઈ શકે છે, જેમ કે ગરમી, બહુ વધારે ધૂમ્રપાન કરવું, તણાવ કે દાંતની સાફ-સફાઈ ન રાખવી. તેના માટે ડૉક્ટરની સલાહ લેવાની જરૂર નથી હોતી, કારણ કે તે એક કે બે અઠવાડિયામાં મટી જાય છે.

આયુર્વેદ મુજબ શરીરમાં, ગરમીનું પ્રમાણ વધી જવાથી, મોઢામાં ચાંદા પડે છે. મોઢામાં ચાંદા બહુ વધારે ગરમી કે વિટામિન બી12 ની ઉણપનાં કારણે પણ પડે છે, કારણ કે મોઢું જ પ્રથમ સંપર્ક કેન્દ્ર હોય છે. માટે આપણે દાંત, જીભ અને પેઢાની સંભાળ કરવાની જરૂર હોય છે. જો તમે કેટલાક દિવસોથી ચાંદાની સમસ્યાથી પરેશાન છો, તો ગભરાવો નહીં. કેટલાક એવા ઘરગથ્થુ ઉપચારો છે કે જે ઘાને ભરી દે છે અને દુઃખાવાથી તરત આરામ અપાવે છે.

બૅકિંગ સોડા :

બૅકિંગ સોડામાં એલ્કલાઇન ગુણો હોય છે કે જે એસિડને બિનઅસરકારક કરી દે છે, કારણ કે આ એસિડ જ ચાંદાનું મુખ્ય કારણ હોય છે. બૅકિંગ સોડા અદ્ભુત રીતે અસરકારક છે, કારણ કે તે શરીરમાં એસિડને સંતુલિત કરે છે. તે બૅક્ટીરિયાને નષ્ટ કરે છે અને છાલાનો ઉપચાર કરીને સાજા કરે છે. તે બળતરાને ઓછી કરે છે. તે રોગાણુઓ અને બૅક્ટીરિયા દૂર કરી મોઢાનાં આરોગ્યને સારૂ બનાવે છે. 1/2 કપ પાણીમાં 1 ચમચી બૅકિંગ સોડા મેળવી કોગળા કરો. ધ્યાન રહે કે તેને સારી રીતે ભેળવો. કોશિશ કરો કે આ મિશ્રણ મોઢાનાં અંદર તમામ બાજુ પ્રસરે અને બાદમાં તેને થૂકી દો. એવું દિવસમાં બે વાર કરો.

તુલસીનાં પાન :

મોઢાનાં ચાંદાનાં ઉપચાર માટે તુલસીનાં પાનને ચાવવા બહુ ફાયદાકારક હોય છે. તુલસીનાં પાનને ચાવો અને પાણી પી લો. આ ઔષધિય જડી-બૂટી આરોગ્ય સાથે સંબંધિત કોઈ પણ સમસ્યાનાં ઉપચારમાં સહાયક હોય છે. દિવસમાં 3 કે 4 વખત તુલસીનાં પાન ચાવવાથી મોઢામાં વારંવાર થતા ચાંદા રોકી શકાય છે.

મધ :

મધમાં એન્ટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે. તે ચાંદાઓથી આરામ અપાવવામાં સહાયક છે અને ઘા રૂઝવાની પ્રક્રિયા તીવ્ર કરે છે. મધ ઘાને સાજું કરે છે અને ચાંદાને આગળ વધતા પણ રોકે છે. મધમાં એક ચમચી આંબળા પાવડર મેળવી લગાવો. આ મિશ્રણને પ્રભાવિત જગ્યાએ લગાવો. ઘા જલ્દી રૂઝે, તેના માટે તેમાં હળદર પણ મેળવો.

છાશ :

છાશ એક જાદુઈ પદાર્થ છે કે જે ઘા ભરવામાં સહાયક છે. છાશમાં લૅક્ટિક એસિડ હોય છે કે જે થોડુંક એસિડિક હોય છે કે જે ચાંદાથી થનાર દુઃખાવો ઓછો કરે છે.

ચા :

તરત આરામ મેળવવા માટે ભીની ટી બૅગને ચાંદા ઉપર રાખો. બ્લૅક ટીમાં ટેનિન હોય છે કે જે દુઃખાવામાંથી આરામ અપાવે છે.

કોથમીર :

કોથમીરનાં પાન એક મુટ્ઠી કોથમીરનાં પાન લો અને તેમને સારી રીતે વાટી લો. તેને વાટ્યા બાદ તેના રસને ચાંદા પર લગાવો. જામફળનાં પાનને વાટીને તેનાં જ્યૂસને ચાંદા પર લગાવી શકાય છે. તેનાથી ચાંદામાંથી તરત આરામ મળે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati