Holi 2021 : હોળી (Holi)માં કોરોના કાળ દરમિયાન બાળકોની સુરક્ષા માટે આ રીતે તમારૂ આયોજન કરો

|

Mar 26, 2021 | 9:27 AM

આ વરસે હોળી (Holi) કોરોના કાળમાં ઉજવવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં બાળકોની સલામતીની વિશેષ કાળજી લેવાની જરૂર છે કારણ કે બાળકો એક વાર જીદ કરે તો તેઓ કોઈનું સાંભળતા નથી.

Holi 2021 : હોળી (Holi)માં કોરોના કાળ દરમિયાન બાળકોની સુરક્ષા માટે આ રીતે તમારૂ આયોજન કરો
હોળીમાં કોરોના કાળ દરમિયાન બાળકોની સુરક્ષા માટે આ રીતે

Follow us on

Holi 2021 :  હોળી(Holi)નો તહેવાર સુખ, આનંદ અને મસ્તી લઈને આવે છે. બાળકો ખાસ કરીને આ ઉત્સવની આતુરતાથી રાહ જુએ છે. આ તહેવારની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. પરંતુ આ સમયની હોળી(Holi) કોરોના સમયગાળામાં ઉજવવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં બાળકોની સલામતીની વિશેષ કાળજી લેવાની જરૂર છે કારણ કે બાળકો એક વાર જીદ કરે તો તેઓ કોઈનું સાંભળતા નથી. તેથી તેમના માટે હોળી(Holi)ના દિવસ માટે એવી યોજનાઓ તૈયાર કરો જેથી તેઓ આનંદ માણી શકે અને સલામત પણ રહી શકે. તેના કેટલાક વિચારો અહીં જાણો

1. સૌ પ્રથમ તમારા બાળકોને કોરોના (Corona) અને તેનાથી થતા નુકસાન વિશે જણાવવાનું શરૂ કરો જેથી તેને પણ ખ્યાલ આવે કે આ વખતે ઘરની બહાર હોળી (Holi) રમવાની જરૂર નથી. તેને સમજાવો કે તમે આ વખતે હોળી (Holi) જુદી રીતે ઉજવવા જઇ રહ્યા છો. જો તેઓ તમારી વાત સમજી લે છે તો તમારું આગળનું કામ સરળ થઈ જશે અને પછી જે પણ યોજનાઓ કરવામાં આવશે તે ઘર માં જ બનશે

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

2. જે વાતો માટે તમે લાંબા સમયથી બાળકોને બતાવી રહ્યા છો, આ વખતે તમારે આમાંની એક ઇચ્છા પૂરી કરવી જોઈએ. તેથી બાળક ખુશી-ખુશીથી તમારી વાત સાંભળશે.

3. બાળકોની ખુશી માટે તેઓ ઘરે બનાવેલા રંગોથી અથવા ફૂલોના રંગથી હોળી(Holi) રમવા દો. તમે તેને ઘરના આંગણામાં અથવા છત(ધાબું) પર ગોઠવી શકો છો. એના દ્વારા બાળકો પણ આનંદ કરશે અને તેમના માટે કોઈ જોખમ રહેશે નહીં.

4. બાળકોને ખુશ કરવા માટે આ સમયે તમે તેમના માટે સમય આપો. તેમની સાથે તેમની પસંદીની રમતો (ગેમ) રમો. રમતો દરેક બાળકને પસંદ આવે છે અને તેઓ આ માટે સરળતાથી તૈયાર થઈ જાય છે.

5. બાળકોના સ્વાસ્થ્ય અને સલામતીની પણ પૂરી સંભાળ લો. હોળી(Holi) રમતી વખતે તેમને સંપૂર્ણ કપડા પહેરોવો. તેમની ત્વચા પર નાળિયેર તેલ અથવા મસ્ટર્ડ(સરસો) તેલ લગાવો જેથી રંગો બજારમાં હોય તો તેમની આડઅસરનો સામનો કરવો પડશે નહીં. ઉપરાંત, બાળકો પાણીથી રમશે તો બીમાર પડી શકે છે, આ માટે જરૂરી દવા ઘરે રાખવી. આ સિવાય તેમને માસ્ક પહેરો અને સમય સમય પર સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

 

 

 

 

 

Next Article