Health Tips: જમ્યા પછી ચાલવુ સ્વાસ્થ્ય માટે ખૂબ જરુરી, ચાલવાના છે અનેક ફાયદા
જમ્યા બાદ ધીમી સ્પીડે ચાલવુ જોઈએ. વધારે ઝડપથી જોગિંગ ન કરવુ જોઈએ તેનાથી પેટમાં દુખાવો થઈ શકે છે અને સોજો પણ આવી શકે છે. શરુઆતમાં ધીમી સ્પીડથી 5થી6 મિનિટ સુધી ચાલો. તેના થોડા દિવસમાં 10 મિનિટ સુધી ચાલી શકો છો.
Health Tips: હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે ખોરાક લેવો ખૂબ જ જરુરી છે. ખાધા પછી આપણને પેટ ભારે લાગે છે તો તે ન લાગે તે માટે આપણે વૉક(Walk) કરી શકીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે ખાધા પછી આપણને આળસ આવે છે. આપણને બસ સુવાની ઈચ્છા થાય છે. પરંતુ ખાધા પછી તરત સુવાથી તકલીફ થઈ શકે છે. છાતીમાં બળતરા અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે માટે નિયમિત ચાલવુ ખૂબ જ જરુરી છે.
શું આપ જાણો છો કે ચાલવાથી હ્રદય રોગની સમસ્યા ઓછી થાય છે. એક સ્ટડીમાં 30,000 લોકો પર અભ્યાસ થયો હતો. જેમાં જાણકારી મળી કે રોજ અડધો કલાક ચાલવાથી 20 ટકા લોકો હ્રદય રોગથી બચી શકે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ખાધા બાદ ધીમી સ્પીડે ચાલવુ જોઈએ.
જમ્યા બાદ વધારે ઝડપથી જોગિંગ ન કરવુ જોઈએ, તેનાથી પેટમાં દુખાવો થઈ શકે છે અને સોજો પણ આવી શકે છે. શરુઆતમાં ધીમી સ્પીડથી 5થી6 મિનિટ સુધી ચાલો. તેના થોડા દિવસમાં 10 મિનિટ સુધી ચાલી શકો છો. જો તમારું બહાર ચાલવાનું મન નથી તો ઘરની અંદર જ ચાલી શકો છો. એક રુમથી બીજા રુમમાં અથવા બાલ્કનીમાં 10 મિનિટ સુધી વૉક કરો.
વૉક કરવાથી થાય છે આ ફાયદા
જો ખાધા બાદ તમને આળસ લાગે તો ફરવુ ખૂબ જ જરુરી છે. વૉક કરવાથી પાચનક્રિયા તેજ થાય છે. જેનાથી પેટ ફુલવુ અને ઓવરટાઈટિંગની સમસ્યાથી બચી શકાય છે. જો તમે જમ્યા બાદ સૂવો છો તો એસિડિટીની સમસ્યા થઈ શકે છે. વૉક કરવાથી મેટાબૉલિઝમ વધે છે અને કેલરી બર્ન થાય છે. ખાધા પછી મીઠુ ખાવાની ક્રેવિંગ પણ ઓછી કરે છે. આ સિવાય બ્લડ સર્કયુલેશન વધારવાનું કામ કરે છે. જેનાથી તમને ઓછી આળસ આવે છે.
ખાધા બાદ શુગર લેવલ વધે છે એટલે ડાયાબિટીઝના દર્દીઓને ખાધા પછી 10 મિનિટ વૉક કરવાની સલાહ આપવામાં આવે છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યુ કે ખાધા બાદ વૉક કરવાથી શુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
ખાધા બાદ 10 મિનિટ ચાલવુ જોઈએ
દરેક મીલ (Meal)બાદ 10 મિનિટ સુધી ચાલવુ જોઈએ. એટલે કે તમે આખો દિવસ 30 મિનિટ સુધી ચાલો છો. લંચ અને ડિનર બાદ 10 મિનિટ સુધી ચાલવુ પૂરતુ છે. ઈચ્છો તો 15 મિનિટ સુધી પણ ચાલી શકો છો. પરંતુ તેનાથી વધારે ચાલવુ ફાયદાકારક નથી. ખાધા બાદ 10 મિનિટ સુધી ચાલવાથી વજન ઘટાડવુ, પાચન શક્તિ મજબૂત કરવી અન પેટમાં દુખાવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
આ પણ વાંચો: Weight Loss: ઘરે બનતા આ 6 પીણા ચમત્કારિક રીતે ઘટાડશે તમારું વજન, જાણો વિગત