AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : કેળા ખાવાનાં જાણો ફાયદા અને ગેરફાયદા, વધારે સેવન બની શકે છે જોખમી

Health Tips : મોટાભાગના લોકો દરરોજ કેળા ખાવાનું પસંદ કરે છે. જો કે ત્યાં ઘણા ફાયદા ની સાથે ગેરફાયદા છે જેને લોકો જાણતા નથી. દરેક વસ્તુ ચોક્કસ માત્રામાં ખાવી જોઈએ.

Health Tips : કેળા ખાવાનાં જાણો ફાયદા અને ગેરફાયદા, વધારે સેવન બની શકે છે જોખમી
કેળા ખાવાના ફાયદા
Hasmukh Ramani
| Edited By: | Updated on: Mar 24, 2021 | 3:34 PM
Share

કેળા એક એવું ફળ છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી ખૂબ જ ખવાઈ છે. તે ખાવામાં ખૂબ જ નરમ અને સ્વાદિષ્ટ હોય છે. ઘણા લોકો વજન વધારવા માટે કેળા પણ ખાય છે, તો કેટલાક લોકો જીમ પછી બનાના શેક પીવાનું પસંદ કરે છે. તમે અત્યાર સુધી કેળાના ફાયદાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ તમને જાણતા આશ્ચર્ય થશે કે કેળાનું વધુ પડતા ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તમને જણાવીશું કે કેળાના વધુ પડતા સેવનથી કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કેળા ખાવાના ગેરફાયદા વિશે જાણો

તમે માથાનો દુખાવો સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો તમારે કેળાનું સેવન ન કરવું જોઈએ. નિષ્ણાતોના મતે કેળામાં Tyramine નામનું એક કેમિકલ હોય છે આ તમારી સમસ્યામાં વધુ વધારો કરી શકે છે.

તમે હૃદયની સમસ્યાઓથી પરેશાની અનુભવી રહ્યાં છો તો તમારે કેળાનું સેવન ન કરવું જોઈએ. કેળામાં પોટેશિયમ (Potassium) વધુ હોય છે, લોહીમાં વધારે પ્રમાણમાં પોટેશિયમ થઈ શકે છે, પરિણામે હાઈપરકલેમિયા થાય છે. કેટલાક કિસ્સાઓમાં તે હાર્ટ એટેકનું કારણ પણ હોય શકે છે. જે તમારા દાંતમાં સમસ્યા પેદા કરી શકે છે.

જે લોકો એલર્જી સામે સંઘર્ષ કરી રહ્યાં છે, તેવા લોકોને કેળાથી એલર્જી થઈ શકે છે. આવા લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ.

કેળામાં કેલરી વધુ હોય છે. જે લોકો આહારમાં લે છે તેમણે કેળાના સેવનથી બચવું જોઈએ. જાડાપણું ઘણા રોગોનું કારણ છે,

કેળા ખાવાના ફાયદા વિશે જાણો

કેળામાં કુદરતી મીઠાશ છે જે તમારી મીઠાશ ખાવાની ઈચ્છા પૂરી કરે છે લોકોને એવું મને કે કેળા ખાવાથી વજન વધે છે, તો આજથી તમારી વિચારસરણી બદલો, કેળામાં કેલરી હોય છે પરંતુ ફાયદાકારક છે. કેળા ખાવાથી કેલરીની સાથે અનેક પોષક તત્વો પણ મળે છે.

કેળામાં વિટામિન A પણ હોય છે, જે ખાવાથી આંખને સુરક્ષિત રાખે છે અને તે તમારી આંખોનો પ્રકાશ પણ વધારે છે.

દરરોજ કેળા ખાવાથી હૃદય યોગ્ય રીતે કાર્ય કરે છે. કેળામાં પોટેશિયમ ઘણું હોય છે. જ્યારે આપણે કેળા ખાઈએ છીએ ત્યારે પોટેશિયમ લોહીમાં ભળી જાય છે અને નસો દ્વારા આખા શરીરમાં ફેલાય છે. કેળા હૃદયને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

અલ્સર રોગમાં કેળા ખાવાથી ઘણી રાહત મળે છે. કેળા ખાવાથી પેટમાં રહેલા અલ્સરના જંતુઓ નાશ પામે છે. જો તમને અલ્સર હોય તો શક્ય હોય ત્યાં સુધી કાચા કેળાનું સેવન કરો.

કેળા ખાવાથી પેટમાં પાચક શક્તિ સરળતાથી કાર્ય કરે છે. કેળા હંમેશાં ભોજન પછી ખાવા જોઈએ, આ ખોરાક પાચનમાં મદદ કરે છે.

તમને નાનપણથી દરરોજ કેળા ખાવાની ટેવ હોય, તો કેન્સર થવાની સંભાવના ઘણી ઓછી થાય છે. કેળામાં વિટામિન સી હોય છે. કેળા ખાવાથી કેન્સર થવાની સંભાવના ઓછી થાય છે.

હેલ્થ ડિસ્ક્લેમર: કેળાને લઈને માહિતિ આપવાનો પ્રયાસ આ લેખમાં કરવામાં આવ્યો છે, આ સંદર્ભમાં તમારા ડાયેટિશ્યનની પણ સલાહ લેવી જરૂરી છે. 

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">