AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health benefits : મૂળો ખાવાથી થશે અઢળક ફાયદા, અનેક બિમારીનો છે રામબાણ ઈલાજ

Health benefits : જો તમને ખબર પડશે કે મૂળો( (radish) ખાવાની સાચી રીત શું છે તો તમે મૂંઝવણમાંથી બચી શકશો. મૂળા ખાવાથી અઢળક ફાયદા થાય છે.

Health benefits : મૂળો ખાવાથી થશે અઢળક ફાયદા, અનેક બિમારીનો છે રામબાણ ઈલાજ
મૂળા ખાવાના ફાયદા
Charmi Katira
| Edited By: | Updated on: Jun 11, 2021 | 5:13 PM
Share

Health benefits :  ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે મૂળો (radish) ખાવામાં સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તે ખાધા પછી આખો દિવસ બગડે છે મૂળો ખાવાથી પેટમાં સતત ઉત્પન્ન થતા ગેસને કારણે અસહજ થાય છે. જો તમને ખબર પડશે કે મૂળો ખાવાની સાચી રીત શું છે તો તમે મૂંઝવણમાંથી બચી શકશો. મૂળા ખાવાથી અઢળક ફાયદા થાય છે.

હકીકતમાં, મૂળામાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર હોય છે, તેમજ વિટામિન સી, ઇ, એ અને બી 6, ફાઇબર, જસત, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને મેંગેનીઝમાં હોય છે. મૂળાના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ મળે છે. આ સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ મળે છે. જોકે મૂળા શિયાળાની સીઝનમાં વધારે જોવા મળે છે.

આવો જાણીએ તેના ફાયદા.

ડાયાબિટીસના દર્દીઓ માટે મૂળામાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે. તેમાં હાજર તત્વો ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. મૂળાથી સુગરલેવલ વધતું નથી. જેના કારણે તે ડાયાબિટીસ દર્દી માટે પણ સારું છે.

પાઈલ્સની સમસ્યા ઘટાડે છે

કેટલીકવાર પાઈલ્સની કાયમી સમસ્યા ન હોવાથી આ સમસ્યા અચાનક જ સામે આવે છે. જેને દૂર કરવા માટે તમે મૂળાની શાકભાજીનું સેવન કરી શકો છો. મૂળાના સેવનથી પાઈલ્સની સમસ્યા ઓછી થાય છે.

ઇમ્યુનીટી બુસ્ટ કરે છે મૂળામાં પુષ્કળ પોષક તત્વો હોય છે. મૂળાનું સેવન હંમેશાં શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો તમે ઇમ્યુનીટી બુસ્ટ કરવા માંગતા હોય તો તમારે દરરોજ તેનું સેવન કરવું જોઈએ. મૂળા વિટામિન-Cથી ભરપુર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

મેટાબોલિઝ્મ મજબૂત કરે છે

મૂળા ખાવાથી મેટાબોલિઝ્મ મજબૂત થાય છે અને તમારી પાચક શક્તિ સારી રીતે કાર્ય કરે છે. આ સાથે મૂળા એસિડિટી અને ગેસ્ટ્રિક સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.

પેશાબની સમસ્યા દૂર કરે છે

જો કે મૂળાનું સેવન હંમેશાં શરીર માટે ફાયદાકારક રહે છે, પરંતુ જો કોઈ વ્યક્તિને પેશાબની સમસ્યા છે , તો તેણે રોજ મૂળાનું સેવન કરવું જોઈએ. મૂળોનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.

કિડનીને સ્વસ્થ રાખે છે

મૂળાનું સેવન કરવાથી કિડની માટે ખૂબ જ સારું છે. શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ અસરકારક છે. આ કારણોસર તેને પ્રાકૃતિક શુદ્ધિકરણ કહેવામાં આવે છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

g clip-path="url(#clip0_868_265)">