સામાન્ય રીતે તમે જંક ફૂડ ન ખાઓ, જીમમાં જાઓ, કસરત કરો, લીલા શકાભાજી ખાઓ અને આવું જ ઘણું કરો જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે. પણ ઘણી વખત તેમાં કંટાળો આવે અને ચૂકી જાઓ અને પછી ધીરે ધીરે એ કરવાનું જ ભૂલી જાઓ.
પણ આજે તમને એક એવો ફંડા અમે કહીશું જેને તમે સરળથાથી અનુસરી શકો છો. તેના માટે તમારો કોઈ જગ્યાની મેમ્બરશિપ લેવાની જરૂર નથી કે નથી જરૂર કોઈ જ વધારાના ખર્ચાની.
વાત કરી રહ્યાં છે રોટલીની. બધાના ઘરે રોટલી તો બનતી જ હોય છે. જેટલી રોટલી બચે તેટલી તમે ફેંકી દો અથવા ગાય કે કૂતરાને ખવડાવી દો. પરંતુ શું તમે જાણો છો કે વાસી રોટલી ખાવાના કેટલા ફાયદા છે?
જો રાતની વાસી રોટલી દૂધમાં મિક્સ કરીને ખાઓ તો તેના ઘણા ફાયદાઓ થયા છે. પહેલાના સમયમાં તો વડીલો વાસી રોટલી ફેંકતા ન હતા અને તેને ખાઈ લેતા હતા અને તે લોકો ફિટ રહેતા હતા. બીમારીઓથી પણ દૂર રહેતા હતા.
ડાયાબિટીસના દર્દીઓને વાસી રોટલીઓ ખૂબ ફાયદો કરાવે છે. જે લોકોને ડાયાબિટીસ છે તે લોકો દૂધમાં વાસી રોટલી મિકસ કરીને ખાય તો ઘણાં ફાયદાઓ થાય છે. તેનાથી દર્દીઓમાં બ્લડ સુગરનું પ્રમાણ કાબુમાં રહે છે. વાસી રોટલીમા એવા બેક્ટેરિયા હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી મનાય છે.
જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે તે લોકોએ વાસી રોટલીની સાથે ઠંડું દૂધ લેવું જોઈએ.તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં ફાયદો થાય છે.
જે વ્યક્તિને પેટસંબંધી સમસ્યાઓ રહે છે તે લોકોએ વાસી રોટલી સાથે દૂધનું સેવન કરવું જોઈએ. તેનાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યામાં ફાયદો થાય છે.
જે વ્યક્તિને શરીરમાં નબળાઈ રહે છે અને ખૂબ પાતળા છે તે લોકોએ વાસી રોટલીની સાથે દૂધમાં મિક્સ કરીને ખાવું જોઈએ જેનાથી સ્વસ્થ રહેશો અને વજન વધવામાં પણ મદદ મળશે.
આ પણ વાંચો: લો, મળી ગયો સેંકડો વર્ષ જૂના સવાલનો જવાબ, જાણો ઈંડા વૅજ છે કે નૉન-વૅજ
વાસી રોટલી ખાતા પહેલા તમારે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે તે રોટલી 12થી 16 કલાકથી વધુ સમય પહેલા બનેલી ન હોય. સવારે બચેલી રોટલી અને રાતે બચેલી રોટલી રાત્રે ખાશો તો બરાબર છે પરંતુ તેનાથી વધારે વાસી રોટલી ન હોવી જોઈએ.
[yop_poll id=694]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]