સુરતમાં પાટીદાર આગેવાને કરેલ આપઘાત કેસમાં, રાદેરના પીઆઈ સહીત ચાર પોલીસ કર્મી સસ્પેન્ડ

|

Sep 18, 2020 | 3:46 PM

સુરતના પાટીદાર આગેવાન, અને કવોરી માલિકના આપધાત કેસમાં, સુરત પોલીસ કમિશનરે રાદેર પોલીસ મથકના પીઆઈ સહીત કુલ ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરતા સુરત પોલીસ બેડામાં હો હા થઈ ગઈ છે. પાટીદાર આગેવાન દુલર્ભ પટેલ આત્મહત્યા કેસમાં, સુરતના ડીસીપી ઝોન4 દ્વારા તપાસ કરાઈ હતી. જેના આધારે પોલીસ કમિશનરે, રાદેર પોલીસ મથકના  પોલીસ ઈન્સ્પેકટર ઉપરાંત અન્ય ત્રણ […]

સુરતમાં પાટીદાર આગેવાને કરેલ આપઘાત કેસમાં, રાદેરના પીઆઈ સહીત ચાર પોલીસ કર્મી સસ્પેન્ડ

Follow us on

સુરતના પાટીદાર આગેવાન, અને કવોરી માલિકના આપધાત કેસમાં, સુરત પોલીસ કમિશનરે રાદેર પોલીસ મથકના પીઆઈ સહીત કુલ ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરતા સુરત પોલીસ બેડામાં હો હા થઈ ગઈ છે. પાટીદાર આગેવાન દુલર્ભ પટેલ આત્મહત્યા કેસમાં, સુરતના ડીસીપી ઝોન4 દ્વારા તપાસ કરાઈ હતી. જેના આધારે પોલીસ કમિશનરે, રાદેર પોલીસ મથકના  પોલીસ ઈન્સ્પેકટર ઉપરાંત અન્ય ત્રણ પોલીસ કર્મીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા.

સુરત શહેરના અડાજણની 24 કરોડની જમીન વિવાદમાં પાટીદાર અગ્રણી દુર્લભ પટેલે આત્મહત્યા કરી લેતા પરિવારજનો દ્વારા માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.. દુર્લભ પટેલે ક્વોરીની ખીણમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે માંડવી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જેમાં દુર્લભ પટેલની સુસાઇડ નોટ પ્રમાણે રાંદેરના પોલીસ ઇન્સ્પેક્ટર લક્ષ્મણસિંહ બોડાણા સહિત અન્ય પોલીસકર્મીઓ અને અન્ય માથાભારે લોકોએ તેમને કરોડો રૂપિયાની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.આ પ્રકરણમાં જ્યાં જિલ્લા પોલીસે એસઆઈટીની રચના કરી છે. ત્યારે શહેર પોલીસે પણ ચાર પોલીસકર્મી સુરત ના હોવાના કારણે ખાતાકીય તપાસ માટે DCP પન્ના મૌમેંયાને તપાસ સોંપી હતી.

પ્રાથમિક તપાસમાં આ ચારે તથ્યોના આધારે આરોપી જણાઈ આવતા સુરત પોલીસ કમિશનર અજય તોમરે પીઆઇ સહિત ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. આ અંગે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે દુર્લભ પટેલ આપઘાત પ્રકરણમાં આરોપી સુરતના પોલીસ કર્મી હોવાના કારણે ડીસીપી ઝોન. – 4 ના અધિકારી પન્ના મોમૈયાને ખાતાકીય તપાસ સોંપવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં તમામ તથ્યોના આધારે રાંદેર પીઆઇ લક્ષ્મણશિંહ બોડાણા,પો.કો.અજય ભોપાળા,રાઇટર કિરીટશિંહ પરમાર સહિત ઉધના પોલીસ મથકના પો.કો.વિજય શિંદેને સસ્પેન્ડ કરાયા છે.હાલ પણ ઇન્કવાયરી ચાલુ રહેશે.

આ પણ વાંચોઃઆફ્રિક્રામાં મૂળ ભરૂચના વતનીઓ ઉપર હિંસક હુમલાથી ચિંતીત પરિવારજનોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:51 pm, Mon, 14 September 20

Next Article