વધારે બગાસાં આવવા પણ હોય શકે છે અનેક સમસ્યાનું કારણ
બગાસું ખાવું આપણા શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે. જે દરેકને આવે છે. તમે ઘણીવાર અનુભવ્યું હશે કે જ્યારે પણ તમે કોઈ બીજા વ્યક્તિને બગાસું ખાતા જુઓ તો તમને પણ આપોઆપ બગાસું આવી જાય છે. કેટલાક બગાસાં થોડી ક્ષણ માટે જ આવે છે તો કેટલાક બગાસાં લાંબા પણ આવે છે. વર્ષ 2013ના ઇન્ટરનેશનલ જનરલ ઓફ એપ્લાઇડ […]

બગાસું ખાવું આપણા શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે. જે દરેકને આવે છે. તમે ઘણીવાર અનુભવ્યું હશે કે જ્યારે પણ તમે કોઈ બીજા વ્યક્તિને બગાસું ખાતા જુઓ તો તમને પણ આપોઆપ બગાસું આવી જાય છે. કેટલાક બગાસાં થોડી ક્ષણ માટે જ આવે છે તો કેટલાક બગાસાં લાંબા પણ આવે છે.

વર્ષ 2013ના ઇન્ટરનેશનલ જનરલ ઓફ એપ્લાઇડ એન્ડ બેઝિક મેડિકલ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે બગાસું લેવાથી માથાનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ મળે છે. જો તમને વારંવાર કે બહુ વધારે બગાસાં આવે છે તો તે શરીરમાં ઘણી સમસ્યાઓનું કારણ પણ હોઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
1). જો તમને વધારે બગાસાં આવતા હોય તો બની શકે છે કે તમે વધારે થાકેલા હોય શકો. અને જો કાયમ આવું રહેતું હોય તો તમારે ડોક્ટરને બતાવી દેવું જોઈએ. કોઈ બીજું કારણ પણ હોઈ શકે છે.
2). ઊંઘવા સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે સ્લીપ એપનિયા અને અનિંદ્રાને કારણે પણ વારંવાર બગાસાં આવે છે. કારણ કે ઊંઘ નહિ મળવાથી પણ થાક લાગે છે અને તેના કારણે પણ બગાસાં આવે છે.

3). તમારું શરીર બગાસાં દ્વારા કેટલીક તણાવભરી પરિસ્થિતિઓ જેમ કે બેચેની, ચિંતા, ડિપ્રેશનનો પણ સંકેત આપે છે. તેના કારણે પણ ગંભીર બીમારીઓ થઈ શકે છે.
4). વધારે માત્રામાં પેઇન કિલર લેવાથી પણ વધારે બગાસાં આવી શકે છે. અને વધારે દવાઓ આરોગ્ય માટે નુકશાનકારક પણ હોઈ શકે છે.
5). વધારે પડતા બગાસાં મગજ સાથે જોડાયેલી સમસ્યા જેમ કે સ્ટ્રોક, બ્રેન ટ્યુમર અને ખેંચ સાથે પણ જોડાયેલી હોય શકે છે. જો તમને વધારે બગાસાં આવે છે તો તેને નજરઅંદાજ ન કરો. તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો