શું તમને ખબર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ખાસ કારણના લીધે પોતાના દેશી-વિદેશી મહેમાનોને કરે છે ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી HUG

શું તમને ખબર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ખાસ કારણના લીધે પોતાના દેશી-વિદેશી મહેમાનોને કરે છે ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી HUG

કહેવાય છે કે કોઈ વ્યક્તિ માટે તમારા મનમાં કોઈ ગેરસમજ હોય, કે કડવાશ હોય કે સંબંધમાં અંતર આવી ગયું હોય તો ગળે મળીને તમારે એ ગેરસમજ દૂર કરી લેવી જોઈએ.

તમે જોયું હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા દેશમાં આવતા કોઈ પણ દેશી-વિદેશી મહેમાનોનું સ્વાગત ગળે મળીને કરે છે. અથવા તો જ્યારે તેઓ ખુદ ક્યાંય બહાર જાય તો તો પણ ગળે મળતા રહે લોકોને. પણ શું તમે જાણો છો કે વડાપ્રધાનની આ ટેવ તેમના સ્વાસ્થ્યને કેટલો ફાયદો કરાવે છે.

જ્યારે આપણે કોઈ મિત્રને લાંબા સમય બાદ મળીએ છીએ ત્યારે પણ આપણે સામેની વ્યક્તિને ગળે લગાવીએ છીએ પરંતુ શું તમને ખબર છે કે ગળે મળવાથી એટલે કે કોઈને હગ કરવાથી આશ્વર્યજનક રીતે સ્વાસ્થ્યને લાભ પહોંચે છે. કોઈને હગ કરવાથી વધુ સુખકારક અને સંતોષકારક બીજું કંઈ ન હોઈ શકે.

વિવિધ રિપોર્ટ્સ અનુસાર, 20 સેકન્ડથી વધુ સમય સુધી કોઈને ગળે મળીએ તો મગજની સાથે સાથે શરીરમાં પણ ફલ-ગુડ ફેક્ટરનો પ્રભાવ પડે છે અને આપણે ખુશીની સાથે સાથે સ્વસ્થતા પણ અનુભવીએ છીએ. ગળે મળવાના સ્વાસ્થ્યને લગતા ઘણાં ફાયદા છે જેના વિશે જાણીને તમને આશ્વર્ય થશે.

પીડા ઓછી થાય છે

આ વાંચવામાં અને સાંભળવામાં ભલે ચોંકાવનારું લાગે પરંતુ આ સાબિત થયેલું છે કે પોતાની કોઈ નજીકની વ્યક્તિને ગળે મળવાથી તમારું દર્દ કે પીડા ઘણી હદ સુધી ઘટી જાય છે. ઈઝરાયલના હાઈફા વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓ દ્વારા કરવામાં આવેલી એક શોધ પ્રમાણે, ગળે મળવાનું કુદરતી રીતે દર્દ ઓછું કરવાનું કામ કરે છે.

અસફળતા સમયે લાગણીઓ વ્યક્ત કરવામાં મદદ

 

કોઈને ગળે મળવાનો અર્થ એ થાય છે કે તમે એક શબ્દ બોલ્યા વગર પણ તે વ્યક્તિને કહી શકો છો કે તમે તેની કેટલી ચિંતા કરો છો. વાસ્તવમાં ગળે મળવું એ સહાનુભૂતિ, પ્રેમ અને ચિંતા જેવી ઘણી લાગણીઓને વ્યક્ત કરવામાં મદદ કરે છે. આ એક એવું માધ્યમ છે જે ખૂબ આરામદાયક છે.

દુઃખથી લડવામાં મદદ

જેમ કે પહેલા પણ ઉલ્લેખ કરાયો કે કોઈને ગળે મળવાથી ઑક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય છે. તે તમને ખુશ રાખવામાં મદદ કરે છે. તણાવ-દુઃખ જેવી લાગણીઓના સ્તરને ઘટાડે છે. જ્યારે તમે કોઈ પ્રિયજનને મુશ્કેલ સમયમાંથી પસાર થતા જુઓ છો તો તમે તેને ઉમળકાથી મળો છો. રિપોર્ટ્સ પ્રમાણે, કોર્ટિસલ નામની આ પ્રક્રિયા ઉત્પન્ન થતા તણાવના હોર્મોનમાં ઘટાડો કરે છે.

દિલ રહે છે સ્વસ્થ

તણાવ હોર્મોન, કોર્ટિસલ રક્તચાપ વધારવા માટે જાણીતો છે અને બદલામાં હ્રદયરોગોનો ખતરો વધે છે. ઘણાં રિપોર્ટ અને અધ્યયન પ્રમાણે આ તથ્ય તરફ ઈશારો કરાયો છે કે નિયમિતપણે હગ કરતા રહેવાથી કોર્ટિસોલના સ્તરમાં ઘણો ઘટાડો આવી શકે છે અને તેના પરિણામ સ્વરૂપ તમે દિલની બીમારીઓમાંથી બચી શકો છો.

[yop_poll id=1203]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Click on your DTH Provider to Add TV9 Gujarati