બંધ નાકની સમસ્યાથી રહો છો પરેશાન ? તો આ આર્ટિકલમાં જાણો બંધ નાક ખોલવાના સરળ ઉપાયો
ભાગ્યે જ કોઈ એવું હશે જેને ક્યારેય બંધ નાકની સમસ્યાનો સામનો ન કરવો પડ્યો હોય. શરદી ખાંસી થવા પર અથવા તો શિયાળાની ઋતુમાં નાક બંધ થવાની સમસ્યા વધી જાય છે. જો તમે પણ બંધ નાકની સમસ્યાથી પરેશાન છો તો આવો જાણીએ બંધ નાક ખોલવા ના સરળ ઉપાયો. વરાળ લેવી : તેના માટે તમારે ગરમ પાણીમાં […]

ભાગ્યે જ કોઈ એવું હશે જેને ક્યારેય બંધ નાકની સમસ્યાનો સામનો ન કરવો પડ્યો હોય. શરદી ખાંસી થવા પર અથવા તો શિયાળાની ઋતુમાં નાક બંધ થવાની સમસ્યા વધી જાય છે. જો તમે પણ બંધ નાકની સમસ્યાથી પરેશાન છો તો આવો જાણીએ બંધ નાક ખોલવા ના સરળ ઉપાયો.

વરાળ લેવી : તેના માટે તમારે ગરમ પાણીમાં સુગંધિત તેલના કેટલાક ટીપા નાખવા પડશે, આ ઉપરાંત તમે તેમાં આયોડિનની ટીપા અથવા તો વિક્સ કેપ્સુલ પણ નાખી શકો છો. હવે આ ગરમ પાણીના વાસણને ચહેરા પાસે લાવીને વરાળ લેવાથી શરદીમાં પણ આરામ મળશે.

બંધ નાક ખોલવા માટે એક બીજી સરળ રીત છે એક નાનકડી કસરત. જી હાં, તેના માટે તમારે માથાને પાછળની તરફ લાવવાનું છે અને કેટલાક સમય સુધી શ્વાસને રોકવાની છે, તેના પછી નાક ખુલીને શ્વાસ લેવામાં સરળતા થશે આ રીતે તમે પાંચ-સાત મિનિટ સુધી કરી શકો છો.
ગરમ પાણી જો તમને યોગ્ય લાગતું હોય તો તમારું માથું પાછળની તરફ નમાવો અને ડ્રોપરની મદદથી હળવા ગરમ અથવા તો હુંફાળા પાણીની કેટલીક ટીપાઓને નાકના છિદ્રોમાં નાખો. થોડીવાર પછી ધીરે-ધીરે માથુ આગળ કરો અને આ પાણીને બહાર કાઢી લો.

નારીયલ તેલ નારીયલ તેલ બંધ નાક ખોલવા માટે એક શ્રેષ્ઠ ઉપાય છે. જ્યારે પણ તમારી નાક બંધ થઇ જાય તો તમે નારીયલ તેલને આંગળીના માધ્યમથી નાકની અંદર સુધી લગાવો અથવા તો નારિયેળ તેલના કેટલાક ટિપા નાખો અને પછી ઊંડો શ્વાસ લો થોડી જ વારમાં તમારું નાક ખુલી જશે. કપૂરની સુગંધ પણ બંધ નાક ખોલવા માટે એક સારી રીત છે.જો તમે ચાહો તો તેને નારિયેળ તેલ સાથે મિશ્રણ કરીને તેને સૂંઘી શકો છો અથવા તો સાદા કપૂર સૂંઘીને પણ તમને ફાયદો થશે.આ ઉપરાંત નાકને ગરમાહટ આપીને પણ બંધ નાકને આસાનીથી ખોલી શકાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
