અગર તમને દૂધી નથી ભાવતી તો આ લેખ વાંચો તમે પણ કરવા લાગશો સેવન, જાણો દૂધી કેમ છે આરોગ્ય માટે ઉત્તમ

લીલી શાકભાજીમાં કેટલાક લોકો દૂધી ખાવાનું પસંદ કરે છે તો કેટલાકને આ શાક પસંદ નથી હોતું. પણ જો તમને તેના ગુણ વિશે ખબર પડી જાય તો કદાચ રોજ તેનું સેવન કરવાનું શરૂ કરી દો. દૂધી એક એવું શાક છે, જેમાં 95% પાણી હોય છે, જેનાથી શરીરમાં પાણીની કમી પુરી થાય છે. ઓછી કેલેરીવાળી દૂધી પચવામાં […]

અગર તમને દૂધી નથી ભાવતી તો આ લેખ વાંચો તમે પણ કરવા લાગશો સેવન, જાણો દૂધી કેમ છે આરોગ્ય માટે ઉત્તમ
Parul Mahadik

| Edited By: Pinak Shukla

Jan 16, 2021 | 12:24 PM

લીલી શાકભાજીમાં કેટલાક લોકો દૂધી ખાવાનું પસંદ કરે છે તો કેટલાકને આ શાક પસંદ નથી હોતું. પણ જો તમને તેના ગુણ વિશે ખબર પડી જાય તો કદાચ રોજ તેનું સેવન કરવાનું શરૂ કરી દો. દૂધી એક એવું શાક છે, જેમાં 95% પાણી હોય છે, જેનાથી શરીરમાં પાણીની કમી પુરી થાય છે.

ઓછી કેલેરીવાળી દૂધી પચવામાં સરળ હોય છે. તેમાં ફાઇબર હોય છે. દૂધીની તાસીર ઠંડી છે, જે આપણા લીવરને તંદુરસ્ત રાખે છે. ફાઈબરયુક્ત હોવાથી પેટના રોગો માટે લાભદાયક હોય છે. આ શાક અલ્સર, પાઈલ્સ, ગેસના રોગીઓ માટે પણ ફાયદાકારક છે.

જો પેશાબ કરતી વખતે કોઈને બળતરા થતા હોય તો તેના માટે પણ ડોકટર દૂધી અથવા તેનુ સુપ પીવાની સલાહ આપે છે. જો કોઈને લીવરની સમસ્યા હોય તો તેમણે દૂધી ખાવી જોઈએ કારણ કે તેમાં કેલેરી ઓછી હોય છે.

દૂધીના બીજનું તેલ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને હૃદય માટે ફાયદાકારક છે. દૂધી લોહીની નસોને પણ શુદ્ધ બનાવે છે. દૂધીનો ઉપયોગ આંતરડાની કમજોરી, કબજિયાત, કમળો, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ, ડાયાબીટીસ, શરીરમાં બળતરા વગેરે માટે ઉપયોગી છે. દૂધીનું જ્યુસ પીવાથી આંખોની રોશની પણ વધે છે.

જે લોકોને દૂધી પસંદ નથી તેઓ દૂધીની ખીર, રાયતા, હલવો, બરફી બનાવીને પણ ખાઈ શકે છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને સેવન કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર કે ડાયેટીશ્યનની સલાહ લેવી જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati