ભાજપમાં થયો ભડકો ! માર્મિક ટ્વિટ દ્વારા દિલીપ સંઘાણીએ કોને બનાવ્યા નિશાન ?
ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી અમરેલી ગુંજી રહ્યું છે. અમરેલી ભાજપમાં ભાગલા સ્પષ્ટ દેખાય છે. ભાજપના નેતાઓ એક યા બીજા કારણે કોઈને નેતાને પક્ષની મર્યાદામાં રહીને ભીંસમાં મૂકતા આવ્યા છે. આવા સમયે અમરેલીમાં ભૂતકાળમાં બનેલા એક ચર્ચાસ્પદ કિસ્સાને દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ મારફતે પ્રકાશમાં લાવીને, ભાજપના જ એક નેતાને નિશાન બનાવ્યા છે.

દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા X પર લખ્યું કોથળામાં પાણશેરી વાળુ લખાણ. ” દિકરીના નિહાપા… લાગ્યા ! ” આ સૂચક શબ્દો ભાજપમાં અને તેમાય ખાસ કરીને અમરેલી ભાજપમાં ભડકો કરી મૂકશે. દિલીપ સંઘાણી કઈ દિકરીની વાત કરી રહ્યા છે તેનો ઉલ્લેખ તેમણે સોશિયલ મીડિયાના લખાણમાં ટાળ્યો છે. દિલીપ સંઘાણી અમરેલીની કોઈ દિકરીની વાત કરી રહ્યા છે કે કેમ…?
દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની પોસ્ટથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. અમરેલીમાં ભાજપમાં જૂથ પ્રવર્તી રહ્યાં છે તે સૌ સારી રીતે જાણે છે કે, દિલીપ સંઘાણીએ આ લખાણ દ્વારા કોને નિશાન બનાવ્યા છે. પરંતુ કોઈનુ નામ લીધા વિના કે ઓળખ છતી થયા વિના ભાજપના અને હવે ગુજરાતના મોટા ગજાના યુવા રાજકારણી ઉપર સીધો શાબ્દિક ઘા કર્યો છે.
દિકરીના નિહાપા….. લાગ્યા !
— DILEEP SANGHANI (@Dileep_Sanghani) November 3, 2025
અમરેલી ભાજપના આંતરિક વર્તુળોમાં તો ખાનગીમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે, દીલીપ સંધાણી અમરેલીની એક ઘટનાને દિકરી સાથે જોડી દીધી છે ?? એ ઘટનાના પાત્રોને શાબ્દીક ઈશારામાં સમજાવ્યા છે કે તમે જે કામગીરી કરો છો તેમા એ દિકરીના નિહાપા… લાગ્યા છે. જો કે દિલીપ સંઘાણી આ મોભમ પોસ્ટ દ્વારા જેમને પણ કાંઈ કહેવા માંગતા હશે તેઓ તો સારી રીતે સમજી ગયા હશે, પરંતુ બાકીના લોકો પણ દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલ માર્મિક ટકોળવાળી પોસ્ટ એક કે અન્ય કોઈ બનાવ સાથે જોડીને સંબંધિત પાત્રોને ટોણો તો જરૂરથી મારતા રહેશે.
ગુજરાતના અમરેલી જિલ્લાના તમામ નાના મોટા સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.