CM ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ કેવું હશે ? જાતિગત સમીકરણો અને ઝોન પ્રમાણે સમતોલ રાખવાનો પ્રયાસ
ગુજરાતના નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કુલ 22 પ્રધાનો હોવાની સંભાવના દેખાઇ રહી છે. આ પ્રધાન મંડળમાં જ્ઞાતિ, જાતિના સમિકરણોની સાથેસાથે પ્રદેશના ઝોન પ્રમાણે સમાનતા અને સમતોલન રાખવાનો પ્રયાસ કરાયો છે. એક નજર કરીએ નવા પ્રધાનમંડળના આ સંભવિત પ્રધાનોની યાદી ઉપર, નવા મંત્રીમંડળના સંભવિત સભ્યોની યાદી ઉત્તર ગુજરાત ઝોન (1) ઋષીકેશ પટેલ ( […]
ગુજરાતના નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કુલ 22 પ્રધાનો હોવાની સંભાવના દેખાઇ રહી છે. આ પ્રધાન મંડળમાં જ્ઞાતિ, જાતિના સમિકરણોની સાથેસાથે પ્રદેશના ઝોન પ્રમાણે સમાનતા અને સમતોલન રાખવાનો પ્રયાસ કરાયો છે. એક નજર કરીએ નવા પ્રધાનમંડળના આ સંભવિત પ્રધાનોની યાદી ઉપર,
નવા મંત્રીમંડળના સંભવિત સભ્યોની યાદી
ઉત્તર ગુજરાત ઝોન (1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ ) (2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી ) (3) કીર્તિસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય
દક્ષિણ ગુજરાત ઝોન (1) નરેશ પટેલ, ગણદેવી (st ) (2) કનુ દેસાઈ, પારડી ( બ્રહ્મણ ) (3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST (4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન (5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ (6) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ
સૌરાષ્ટ્ર ઝોન અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ રાઘવજી પટેલ ( પટેલ )જામનગર બ્રિજેશ મેરજા ( પટેલ )મોરબી દેવા માલમ ( કેશોદ) કોળી કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી ) જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )
મધ્ય ગુજરાત ઝોન (1) જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી (2) નિમિષા સુથાર ( મોરવા હડફ ) ST (3) પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી (4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી ) (5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST (6) મનીષા વકીલ : SC
જાતિગત સમીકરણના આધારે પણ નવા મંત્રીમંડળમાં સમાનતા રાખવાનો પ્રયાસ કરાયો છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને લઇને ભાજપે પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં લઇને નવા મંત્રીમંડળની રચના કરી છે. જેમાં સૌથી વધારે પાટીદાર અને ઓબીસી ધારાસભ્યોની વરણી કરી હોવાનું દેખાઇ રહ્યું છે.
જ્ઞાતિ જાતિના સમિકરણોને ધ્યાને લઇને રચાશે નવું પ્રધાનમંડળ
ગુજરાતમાં આજે રચાનારા નવા મંત્રીમંડળમાં સવર્ણ, ઓબીસી, અનુસુચિત જનજાતિ, અનુસુચિત જાતિ અને જૈન જ્ઞાતિને પ્રધાન્ય આપવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેના મંત્રીમંડળમાં આઠ પટેલને સ્થાન આપવામાં આવી રહ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 2 ક્ષત્રિય, 6 ઓબીસી, 2 અનુસુચિત જાતિ અને 3 અનુસુચિત જનજાતિના તેમજ એક પ્રધાન જૈન જ્ઞાતિમાંથી સમાવવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યાં છે.
જાતિગત સમીકરણ-
પટેલ – 8 ક્ષત્રિય -2 ઓબીસી -6 SC 2 ST -3 જૈન -1