શું કારણ છે કે…કાલુપુર રેલવે સ્ટેશન પર આ જગ્યાએ મુસાફરો લપસીને પડે છે અને ઈજાગ્રસ્ત થાય છે

|

Oct 14, 2019 | 5:39 PM

કાલુપુર રેલવે સ્ટેશન પર દરરોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે. અને તેમાં પણ તહેવારના સમયે મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. અને આ સમયે કેટલીક ઘટનાઓ પણ બનતી હોય છે. કાલુપુર રેલવે સ્ટેશન ટિકિટ બારી પાસેના એક્સેલરેટર ઉતરતા સીડીના ભાગ પાસેનો ઢાળ વાળી જગ્યા મુસાફરો માટે મુસીબતનું કારણ બની છે. કેમ કે, મુસાફરોને ખ્યાલ […]

શું કારણ છે કે...કાલુપુર રેલવે સ્ટેશન પર આ જગ્યાએ મુસાફરો લપસીને પડે છે અને ઈજાગ્રસ્ત થાય છે

Follow us on

કાલુપુર રેલવે સ્ટેશન પર દરરોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે. અને તેમાં પણ તહેવારના સમયે મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. અને આ સમયે કેટલીક ઘટનાઓ પણ બનતી હોય છે. કાલુપુર રેલવે સ્ટેશન ટિકિટ બારી પાસેના એક્સેલરેટર ઉતરતા સીડીના ભાગ પાસેનો ઢાળ વાળી જગ્યા મુસાફરો માટે મુસીબતનું કારણ બની છે. કેમ કે, મુસાફરોને ખ્યાલ નથી રહેતો કે તે ભાગ ઢાળવાળો છે. અને જેઓ મુસાફર એક્સેલરેટર ઉતરે છે કે તરત લપસીને નીચે પડે છે. એક દિવસમાં આવા એક નહિ પણ અનેક કિસ્સા બને છે. જેમાં કેટલાકને ઇજા પણ પહોંચતી હોય છે.

આ પણ વાંચોઃ ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીમાં બોગસ રજિસ્ટ્રેશન થયું હોવાનું સામે આવ્યું

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રેલવે મુસાફરો અને કર્મીઓ પણ આ બાબતે પરેશાન છે. તમામ લોકોએ એક માગ કરી છે કે, એક્સેલરેટર ઉતરતા ઢાળવાળો ભાગ પણ સીડી જેવો બનાવવામાં આવે. જેથી લોકો તે સ્થળે લપસીને પડે નહીં અને કોઈને ઇજા પહોંચે નહિ. મુસાફરોની માગ છે કે, રેલવે આ નવીનીકરણ સાથે આ કામગીરી કરવામાં આવે. જેથી મુસાફરોને મુશ્કેલી દૂર થઈ શકે.

Next Article