AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેનો યુરિયા ખાતર શું છે ? ખેડૂતોને આ ખાતરથી શું થશે ફાયદો ?

IFFCO એ કહ્યું કે નેનો યુરીયા પોષક તત્વોથી સમૃદ્ધ, જમીન પાણી અને હવાના પ્રદૂષણને ઘટાડવામાં સમર્થ હશે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં તે ખૂબ ફાયદાકારક રહેશે.

નેનો યુરિયા ખાતર શું છે ? ખેડૂતોને આ ખાતરથી શું થશે ફાયદો ?
નેના યુરિયા ખાતર (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 5:55 PM
Share

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ(PM Modi) ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત સહકારીતા સંમેલનમાંથી ક્લોલના ઈફફો(IFFCO) ખાતે ઉત્પાદિત દેશના પ્રથમ નેનો યુરિયા(Nano Urea Plant) પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજે આત્મનિર્ભર કૃષિ માટે દેશના પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતી વખતે મને વિશેષ આનંદ થાય છે. હવે બોટલમાં યુરિયાની એક બોરીની શક્તિ સમાયેલી છે. નેનો યુરિયાની લગભગ અડધો લિટર બોટલ ખેડૂતની એક બોરી યુરિયાની જરૂરિયાત પૂરી કરશે.

ખેડૂતોને નેનો યુરિયા ખાતર કેટલું ઉપયોગી ?

ખાતર બનાવતી વિશ્વની સૌથી મોટી સહકારી ખાતર કંપની ઇન્ડિયન ફાર્મર ફર્ટીલાઈઝર કો-ઓપરેટીવ લીમીટેડ (IFFCO) એ વિશ્વનું પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર બનાવીને કૃષિ ક્ષેત્રે ઈતિહાસ સર્જ્યો છે. 31 મે 2021 ના રોજ ઇફકોની 50મી સાધારણ સભાની બેઠકમાં નેનો યુરીયા લીક્વીડ ખાતર લોંચ કરવામાં આવ્યું. ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી બચવા માટેની ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે નેનો યુરિયા દરેક રીતે ઉપયોગી સાબિત થશે.

50 કિલો યુરીયા ખાતર હવે માત્ર 500 મિલી બોટલમાં

50 કિલો યુરીયા ખાતર હવે માત્ર 500 મિલી બોટલમાં સમાયું છે. અશક્ય જણાતી આ વાતને વિશ્વની સૌથી મોટી સહકારી ખાતર કંપની IFFCO શક્ય કરી બતાવી છે. ઇફકોએ વિશ્વનું સૌ પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર બનાવ્યું છે. કિંમતમાં સસ્તું હોવા ઉપરાંત નેનો યુરીયા પાક માટે પણ અસરકારક રહેશે. આ નેનો લિક્વિડ યુરીયા ગુજરાતના કાલોલમાં સ્થિત ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં વિકસાવવામાં આવ્યું છે.

IFFCO એ કહ્યું કે આ નેનો યુરીયા પોષક તત્વોથી સમૃદ્ધ, જમીન પાણી અને હવાના પ્રદૂષણને ઘટાડવામાં સમર્થ હશે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં તે ખૂબ ફાયદાકારક રહેશે. પાકના વિકાસમાં તેનું યોગદાન કોઈ પણ સંજોગોમાં ઘટશે નહીં. ઇફ્કોનો દાવો છે કે નેનો યુરિયાના ઉપયોગથી પાકની ઉપજમાં આઠ ટકાનો વધારો થશે.પાક અને ઉપજની ગુણવત્તામાં સુધારણા સાથે ખેતીનો ખર્ચ ઘટશે, જે ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે.

રિવહન, જાળવણી ખર્ચ ખૂબ ઓછો છે

નેનો યુરિયા ખેડૂતોને 240 રૂપિયા પ્રતિ બોટલના ભાવે ઉપલબ્ધ થશે અને નેનો યુરિયાની એક બોટલ એક થેલી સમાન છે. નેનો યુરિયાનો પરિવહન અને જાળવણી ખર્ચ પણ ઓછો છે. અનેક સ્થળોએ ખેડૂતોની હાજરીમાં નેનો લિક્વિડ યુરિયાના ડ્રોન છંટકાવની પ્રેક્ટિકલ ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 100 લીટર પાણી માટે 500 mlની બોટલ પૂરતી છે. સ્પ્રેના કારણે, આ યુરિયાનો સંતુલિત ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે સારું છે. યુરિયાના સંતુલિત ઉપયોગને કારણે છોડમાં રોગો અને જીવાતોનું જોખમ વધારે નથી હોતું.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">