પશ્ચિમ રેલવે બાંદ્રાથી ભૂજને સાંકળતી ખાસ ટ્રેન દોડાવશે, જાણો સમયપત્રક
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધારાની સુવિધા માટે બાંદ્રા ટર્મિનસથી ભુજ, અને હિસાર વચ્ચે વિશેષ ભાડા પર ચાર સ્પેશિયલ ટ્રેન જોડાવવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ઓછો કરવા માટે બાંદ્રા ટર્મિનસ-ભુજ, બાંદ્રા ટર્મિનસ-ભુજ-વલસાડ, બાંદ્રા ટર્મિનસ-ભુજ અને બાંદ્રા ટર્મિનસ-હિસાર વચ્ચે વિશેષ ભાડા પર ચાર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
ટ્રેન નંબર 09037/09038 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ સપ્તાહમાં દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે બાંદ્રા ટર્મિનસથી રાત્રે 23:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરના 13:05 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન 12, 14 અને 17 નવેમ્બર, 2024ના રોજ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09038 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન સપ્તાહના બુધવાર, શનિવાર અને સોમવારે ભુજથી સાંજે 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 09.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 13, 16 અને 18 નવેમ્બર, 2024ના રોજ ચાલશે. આ ટ્રેન જતા અને આવતા, બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, હળવદ, સામાખિયાળી અને ગાંધીધામ સ્ટેશન પર ઉભી રહેશે. આ સ્પેશીયલ ટ્રેનમાં એસી 2-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09029/09030 બાંદ્રા ટર્મિનસ-ભુજ-વલસાડ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09029 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ બુધવાર 13 નવેમ્બર, 2024 ના રોજ રાત્રે 23:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે બપોરના 14:30 કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09030 ભુજ-વલસાડ સુપરફાસ્ટ સ્પેશલ ગુરુવાર, 14 નવેમ્બર, 2024 ના રોજ ભુજથી સાંજે 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.45 કલાકે વલસાડ પહોંચશે. આ ટ્રેન જતા અને આવતા બંને દિશામાં સુરત, વડોદરા, અમદાવાદ, હળવદ, સામખિયાળી અને ગાંધીધામ સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેન નંબર 09029 બોરીવલી અને વાપી સ્ટેશન પર વધારાના સ્ટોપેજ હશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09472/09471 ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09472 ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ રવિવાર 17 નવેમ્બર, 2024 ના રોજ ભુજથી સાંજે 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 09.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09471 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશલ સોમવાર, 18 નવેમ્બર, 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી બપોરના 12:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે મધ્યરાત્રીના 03:30 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં જતા અને આવતા ગાંધીધામ, સામાખિયાળી, હળવદ, અમદાવાદ, વડોદરા, સૂરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 04726/04725 બાંદ્રા ટર્મિનસ-હિસાર સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 04726 બાંદ્રા ટર્મિનસ – હિસાર સુપરફાસ્ટ સ્પેશલ મંગળવાર, 12 નવેમ્બર, 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી સવારે 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરના 11.10 કલાકે હિસાર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 04725 હિસાર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશલ સોમવાર, 11 નવેમ્બર, 2024 ના રોજ સવારે 05.50 કલાકે હિસારથી ઉપડશે અને બીજા દિવસે સવારે 07.20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં જતા અને આવતા બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, નાગદા, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, દુર્ગાપુરા, જયપુર, રિંગાસ, સીકર, નવલગઢ, ઝુંઝુનુ, ચિરાવા, લોહારુ અને સાદુલપુર સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ છે.
ટ્રેન નંબર 09037, 09038, 09029, 09030, 09471, 09472 અને 04726 માટે બુકિંગ 10 નવેમ્બર, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને ચકાસી શકે છે.