
Mumbai : મહારાષ્ટ્રમાં મુંબઈ મેટ્રો પોલિટીન ક્ષેત્રમાં આવતા પાલઘરમાં માલગાડીના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ કારણે પશ્ચિમ રેલવેએ ડઝનબંધ ટ્રેનો રદ કરી છે. રેલવેએ મુસાફરોની મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. પાલઘરમાં માલસામાન ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ મુંબઈ અને ગુજરાત વચ્ચે દોડતી ટ્રેનોને સૌથી વધુ અસર થઈ છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર આ ઘટના સાંજે 5.10 વાગ્યે બની હતી અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ટ્રેન પનવેલ જઈ રહી હતી. તેના પર લોખંડના તાર (લોખંડની કોઇલ)ના બંડલ લોડ કરવામાં આવ્યા હતા. કોચ પાટા પરથી ઉતરી જતાં આ બંડલ પાટા પર પડ્યા હતા. ઠાકુરે કહ્યું કે અસરગ્રસ્ત લાઇન પર ટ્રાફિક કાબુમાં કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
1. વાપી સ્ટેશન
0260 2462341
2. સુરત સ્ટેશન
0261-2401797
3. ઉધના સ્ટેશન
022-67641801
Due to the derailment of 6 wagons & 1 BVG of a Goods Train at point no 117/118 at Palghar yard on 28/05/2024, the UP line of the #Mumbai #Surat section has been affected.
Due to the derailment, some trains have been affected along this route, with 41 trains being cancelled…
— Tv9 Gujarati (@tv9gujarati) May 29, 2024
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર પાલઘર યાર્ડમાં પોઈન્ટ નંબર 117/118 પર લગભગ 17:08 વાગ્યે એક માલગાડીના 6 વેગન અને એક BVG પાટા પરથી ઉતરી જવાને કારણે મુંબઈ-સુરત સેક્શનની અપ લાઇનને અસર થઈ છે. આ લાઈન રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. એઆરટી નંદુરબાર, ઉધના, બાંદ્રા ટર્મિનસ અને વલસાડથી માર્ગ પર છે.
પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 12936 સુરત-મુંબઈ ઇન્ટરસિટી વાપી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. 16505 ગાંધીધામ-એસબીસી એક્સપ્રેસ, 12432 નિઝામુદ્દીન-ત્રિવેન્દ્ર રાજધાની એક્સપ્રેસ અને 19260 ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસને સુરત-ઉધના-જલગાંવ-કલ્યાણ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. જેની અસર મુંબઈની લોકલ ટ્રેનો પર પણ પડી છે. અકસ્માત બાદ 6 અપ અને 5 ડાઉન દહાનૂ લોકલ રદ કરવામાં આવી છે. (એક ડાઉન દિશામાં દહાણુ લોકલ વિરાર ખાતે બંધ કરવામાં આવી છે.)
મુંબઈ ડિવિઝનના પાલઘર યાર્ડ ખાતે માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે મુંબઈ-સુરત સેક્શનની અપ લાઇનને અસર થઈ છે. નીચેની ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે:
1. 29.05.2024ની અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ 12934 વાપી ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને વાપીથી 12933 તરીકે દોડશે.
2. 29.05.2024 ની 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ વલસાડ ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને વલસાડથી 12931 તરીકે દોડશે.
3. 28.05.2024ની 12479 જોધપુર-બાંદ્રા ટર્મિનસ સૂર્ય નગરી એક્સપ્રેસ સુરત ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને સુરતથી 12480 તરીકે દોડશે.
4. 19418 અમદાવાદ – બોરીવલી એક્સપ્રેસ 28.05.2024 ના રોજ નવસારી ખાતે સમાપ્ત થશે અને નવસારીથી 19425 તરીકે દોડશે.
5. 20908 ભુજ – દાદર સયાજીનગરી એક્સપ્રેસ 28.05.2024 ના રોજ વડોદરા ખાતે સમાપ્ત થશે અને વડોદરાથી 20907 તરીકે દોડશે.
6. 14707 બિકાનેર – દાદર એક્સપ્રેસ 28.05.2024 ના રોજ અંકલેશ્વર ખાતે સમાપ્ત થશે અને અંકલેશ્વરથી 14708 તરીકે દોડશે.
7. 12489 બિકાનેર – દાદર એક્સપ્રેસ 28.05.2024 ના રોજ આણંદ ખાતે સમાપ્ત થશે અને આણંદથી 12490 તરીકે દોડશે.
Published On - 10:21 am, Wed, 29 May 24