શિયાળુ પાક માટે આ વાતાવરણ યોગ્ય નથી. જીરુ માટે આ વાતાવરણ યોગ્ય ગણી શકાય નહીં.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ આગાહી ખરેખર ડરાવનારી અને ચિંતા ઉપજાવનારી છે. કારણ કે એક તો હજી ગરમી એટલી છે અને ઠંડીનું તો નામોનિશાન નથી અને જેટલી ઠંડી મોડી એટલી વાવણી પણ મોડી થાય છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે શિયાળુ પાક માટે આ વાતાવરણ યોગ્ય નથી. આથી ખેડૂતોની ચિંતા વધી છે.
ખેડૂતો વાવેતર કરવાની તૈયારી કરીને બેઠા પરંતુ ઠંડી મોડી પડી છે. જો ઠંડી માટેના પરિબળોની વાત કરીએ તો એક હળવો પશ્ચિમી વિક્ષેપ આવે છે. જેની અસર ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતા તા.17 નવેમ્બરથી ન્યુનત્તમ તાપમાન ઘટી શકે. પરંતુ મહત્તમ તાપમાન ઘટવામાં હજુ રાહ જોવી પડે તેમ છે.
આ મહત્તમ તાપમાનને કારણે જ હજુ પણ બપોરના સમયે ગરમી અનુભવાય છે અને રેબઝેબ થઈ જવાય એવી ગરમી પડી રહી છે. આ જ ઝલદ ગરમી શિયાળુ પાકને પણ નુકસાનકર્તા છે. ઠંડા તાપમાનમાં ઊગતા શિયાળુ પાક ગરમીના કારણે મૂરઝાઈ છે. જો કે અંબાલાલ પટેલ એમ પણ જણાવે છે કે,,,
તા.23,24.25 નવેમ્બરમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવે તેવી શક્યતા છે. ત્યારે ન્યૂનત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે.
આ તમામની વચ્ચે…
દિવાળી પછી શરૂ થતી રવિ સિઝનમાં રાજ્યભરના ખેડૂતો રવિ પાક વાવણી કરે છે. પરંતુ ગુજરાતમાં અત્યારે દિવસ દરમિયાન તાપમાન વધુ રહે છે. રવિ પાકનાં બીજને અંકુરિત થવા ગરમ તાપમાન અનુકૂળ હોતું નથી.
જેવા પાકોની વાવણી મોડી કરવા પણ ખેડૂતોને એડવાઈઝરી જાહેર કરી છે. ગતવર્ષ પણ ખેતી માટે એટલું સાનુકૂળ નથી તેમાં મોડી ઠંડીથી ખેડૂતોનિ ચિંતા વધી છે. ત્યારે જોવાનું એ રહે છે કે મોડી તો મોડી પણ ક્યારે ખેતી લાયક ઠંડી શરૂ થાય છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો