Bhavnagar માં રથયાત્રા અને મોહરમ પૂર્વે હથિયારો ઝડપાયા, 6 લોકોની ધરપકડ

|

Jul 06, 2021 | 6:55 PM

ભાવનગરમાં રથયાત્રા અને મોહરમ જેવા તહેવારો પૂર્વે પોલીસે હથિયારો સાથે છ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી પાંચ રિવોલ્વર અને જીવતા કાર્ટીઝ જપ્ત કરવામાં આવ્યા છે.

Bhavnagar માં રથયાત્રા અને મોહરમ પૂર્વે હથિયારો ઝડપાયા, 6 લોકોની ધરપકડ
Bhavnagar માં રથયાત્રા અને મોહરમ પૂર્વે હથિયારો ઝડપાયા

Follow us on

ભાવનગર પોલીસે રથયાત્રા અને મોહરમ જેવા તહેવારોમાં શાંતિ જળવાય તે હેતુથી સઘન તપાસ હાથ ધરી છે. જે દરમ્યાન ભાવનગર (Bhavnagar)  પોલીસે હાથ ઘરેલા કોમ્બિંગ દરમ્યાન ભારતનગર પોલીસ મથક ,ઘોઘારોડ પોલીસ મથક અને ગંગાજલીયા તળાવ પોલીસ મથક વિસ્તારોમાંથી હથિયારો(Weapon) મળી આવ્યા હતા. પોલીસે(Police) કોમ્બિંગ દરમ્યાન 6 જેટલા શખ્સો પાસેથી 5 રિવોલ્વર અને જીવતા કાર્ટીઝ કબ્જે લીધા છે.

હથિયાર સાથે કુલ 6 આરોપી ઝડપાયા

ભાવનગર(Bhavnagar) શહેરમાં 3 દિવસમાં આટલી સંખ્યામાં ઝડપાયેલા રિવોલ્વર અને દેશી તમંચાના જથ્થાને કારણે પોલીસની ચિંતા વધી છે. તેમજ તહેવારો પૂર્વે તપાસ સઘન બનાવી દેમાં આવી છે. ભાવનગરના ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હથિયાર સાથે કુલ 6 આરોપી ઝડપાયા છે. પોલીસે ઝડપેલા આરોપી ૧. તોફીકભાઇ રફીકભાઇ શેખ ૨. અસલમભાઇ કાદરભાઇ ખોખર 3. આદીલભાઇ હુસેનભાઇ ગનેજા 4. પરવેઝ અબ્દુલવહાઝ શેખ છે. જ્યારે એક બાળ આરોપી છે અને એક આરોપીએ જામીન મેળવી લીધા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પોલીસે આ આરોપીને ઝડપીને તેમની પૂછપરછ શરૂ કરી છે. જેમાં પોલીસે આ શખ્સો આ હથિયાર(Weapon) ક્યાંથી લાવ્યા ? શા માટે લાવ્યા ? શું ઈરાદો હતો. આ બધા સવાલો સાથે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પોલીસે રથયાત્રા પહેલા જ કરેલા કોમ્બિંગના કારણે આ શખ્સો ઝડપાયા છે . આ  ઇસમો  ઝડપાઇ જતા આમ તો રથયાત્રાના સમયે કે ત્યારબાદના સમયમાં આવનારા ઉત્સવો પણ શાંતિપૂર્ણ સંપન્ન થશે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને ભક્તોમાં ઉત્સાહ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કોરોનાની બીજી લહેરમાં કેસમાં  ઘટાડા બાદ અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં અનેક સ્થળોએ અષાઢી બીજના રોજ નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા(Rathyatra) ને લઇને ભક્તોમાં ઉત્સાહ છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ નીકળતી રથયાત્રાને સરકાર મંજૂરી આપશે તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે.જો કે તેના પગલે ભાવનગર(Bhavnagar) ખાતે 36 મી રથયાત્રાના આયોજનની તૈયારીઓ થઈ રહી છે.

સંપૂર્ણ કોવિડ  ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને રથ સહિત તમામ પ્રકારની તૈયારીઓ શરૂ છે. ત્યારે રથયાત્રા સમિતિ ના પ્રમુખ હરુભાઈ ગોંડલીયાના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે કોરોનાને લઈને રથયાત્રા નહોતી  કાઢી શક્યા પરંતુ જો રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો માત્ર રથ અને સાથે 4 થી 5 વાહનો સાથે ભગવાનની જગન્નાથની રથયાત્રાના આયોજનની ગણતરી છે પરંતુ હવે સરકારની મંજુરી પણ એટલીજ મહત્વની છે અને જો મંજુરી આપવામાં આવશે તો સંપૂર્ણ કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે,

આ પણ વાંચો : International Kissing Day 2021: વજન ઘટાડવા અને લાંબા જીવન જેવા અનેક લાભો થાય છે એક ચુંબનથી

આ પણ વાંચો : નેલ્લોરમાં લાગ્યો સોનુ સૂદનો પહેલો ઓક્સિજન પ્લાન્ટ, વિડીયો જોઇને તમે પણ થઇ જશો ઈમોશનલ

Published On - 6:46 pm, Tue, 6 July 21

Next Article