
રાજ્યમાં ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. 6 જુલાઈ સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી મેઘ મહેર જોવા મળશે.
આવતીકાલે 01 July ના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને પગલે ‘Yellow Alert’ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની સંભાવનાને લીધે Alert આપવામાં આવ્યું છે. આ દરમિયાન ગાજવીજ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિના પવન સાથે વરસાદ ખાબકવાની શક્યતા છે.
બીજી તરફ, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જણાવી દઈએ કે, સિઝનમાં પહેલીવાર ભારે વરસાદનું Red Alert જાહેર કરવામાં આવ્યું છે.
આગામી ત્રીજી અને ચોથી જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું Red Alert આપવામાં આવ્યું છે. વિગતવાર આગાહી મુજબ, ત્રીજી જુલાઈએ વલસાડ અને ડાંગમાં Red Alert જાહેર કરાયું છે. આ સિવાય નવસારી, તાપી, સુરત અને નર્મદામાં Orange Alert આપવામાં આવ્યું છે.
ત્યારબાદ ચોથી જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગમાં Red Alert જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં Orange Alert રહેશે. આ ઉપરાંત, છોટા ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ Orange Alert જાહેર કરવામાં આવ્યું છે.
Published On - 6:51 pm, Tue, 30 June 26