મા સરસ્વતીને પ્રસન્ન કરવા ઈચ્છો છો? તો આપ ન કરી બેસતા આ ભૂલ
દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એટલે વસંત પંચમી. દેવી સરસ્વતીની કૃપાને પ્રાપ્ત કરવા આ પાંચ બાબતો ક્યારેય ન ભૂલવી. જો આ પાંચ બાબતોનું આજના દિવસે રાખશો ધ્યાન તો અચુક વરસશે દેવીના આશીર્વાદ.
મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી. વસંત પંચમી એ દેવી સરસ્વતીનો (GODESS SARSWATI) પ્રાગટ્ય દિવસ કહેવાય છે. આજના દિવસે મા સરસ્વતીની પૂજા થાય છે. વિદ્યાની દેવી સરસ્વતીને રીઝવવાનો આ ઉત્તમ દિવસ કહેવાય છે. ત્યારે જો આપ પણ આજે મા સરસ્વતીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો ધ્યાન રહે કે આ ભૂલો આપ ન કરી બેસો.
1. વસંતપંચમીનો પર્વ એ પ્રકૃતિમાં પરિવર્તનનો સંકેત આપે છે. ત્યારે એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે છોડ કે વૃક્ષોને નુકસાન ક્યારેય ન પહોંચાડવું. આજના દિવસે તેને બિલકુલ ન કાપવા જોઈએ. 2. વસંત પંચમીના દિવસે રંગબેરંગી કપડા ન પહેરવા જોઈએ. એવું કહેવાય છે કે દેવી સરસ્વતીનો પ્રિય રંગ પીળો છે. એટલે વસંત પંચમીના દિવસે પીળા રંગના જ વસ્ત્રો ધારણ કરવા. 3. વસંત પંચમીના દિવસે શક્ય હોય તો વ્રત રાખવું. પણ જો વ્રત ન કરી થઈ શકે તો ધ્યાન રહે આજના દિવસે સ્નાન કર્યા વગર ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. 4. વસંત પંચમીના દિવસે સાત્વિક ભોજન ગ્રહણ કરવું. આજના દિવસે માંસ અને મદિરાનું સેવન વર્જિત ગણાય છે. 5. વસંત પંચમી એ લોકો માંગલિક કાર્યો કરતા હોય છે. તો આજના દિવસથી અભ્યાસનો પ્રારંભ પણ શુભ મનાય છે. ત્યારે આજના દિવસે કોઈ પ્રત્યે ખરાબ વિચાર ન લાવવો. કોઈને અપશબ્દ પણ ન બોલવા. એવું કહેવાય છે કે કોઈ પ્રત્યે જો આપના મનમાં અશુભ વિચાર છે તો આજના દિવસે શરુ કરેલુ આપનું કામ પૂર્ણ થતું નથી.
જો આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો દેવી સરસ્વતી વ્યક્તિના તમામ મનોરથ પૂર્ણ કરતાં હોવાની માન્યતા છે. વસંત પંચમીની ખુબ ખુબ શુભેચ્છાઓ.
આ પણ વાંચો ત્રિપુંડના ચમત્કારિક ફાયદા! આ ફાયદાઓ વિશે આપે ક્યારેય નહીં જાણ્યું હોય