AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રિપુંડના ચમત્કારિક ફાયદા! આ ફાયદાઓ વિશે આપે ક્યારેય નહીં જાણ્યું હોય

દેવાધિદેવ મહાદેવ (MAHADEV)એ ત્રિપુંડધારી છે અને મહાદેવના ભક્તો પણ ત્રિપુંડ ધારણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ત્રિપુંડે માત્ર તિલકનો એક પ્રકાર જ નથી ત્રિપુંડ લગાવવાના કેટલાક ચમત્કારિક ફાયદા પણ છે.

ત્રિપુંડના ચમત્કારિક ફાયદા! આ ફાયદાઓ વિશે આપે ક્યારેય નહીં જાણ્યું હોય
ત્રિપુંડના વૈજ્ઞાનિક ફાયદાઓ
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 15, 2021 | 6:16 PM
Share

દેવાધિદેવ મહાદેવ (MAHADEV)એ ત્રિપુંડધારી છે અને મહાદેવના ભક્તો પણ ત્રિપુંડ ધારણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ત્રિપુંડે માત્ર તિલકનો એક પ્રકાર જ નથી ત્રિપુંડ લગાવવાના કેટલાક ચમત્કારિક ફાયદા પણ છે. લોકો શિવજીનો અભિષેક કરે, બીલીપત્ર, ભાંગ, ધતુરો અર્પણ કરે કે જેનાથી શિવજી પ્રસન્ન થાય. એવું કહેવાય છે કે જો આપ ચંદન અને ભસ્મનું તિલક એટલે કે ત્રિપુંડ પણ જો શિવજીને લગાવો છો તો તરત જ આપની મનોકામના પૂર્ણ કરશે મહેશ્વર.

ત્રિપુંડ તિલક દરમિયાન ત્રણ રેખા દોરવામાં આવે છે. ત્રિપુંડની આ ત્રણ રેખાઓ શરીરની ત્રણ નાડીઓ એટલે કે ઈડા, પિંગળા અને સુષુમ્નાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આપણા શાસ્ત્રોમાં ત્રિપુંડનું ખાસ મહત્વ વર્ણવાયું છે. ત્રિપુંડ તિલકનો ઉલ્લેખ શિવપુરાણમાં કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે ત્રિપુંડની પ્રત્યેક રેખામાં 9 દેવી દેવતાઓનો વાસ હોય છે. ત્રિપુંડની ત્રણેય રેખાઓ ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ અને કાર્યશક્તિને રજુ કરે છે.

આમ તો શરીરના કુલ 32 અંગ પર ત્રિપુંડ ધારણ કરી શકાય. જેમકે મસ્તક, લલાટ, કાન, આંખ, હાથેળી, કોણી, નાભિ વગેરે. શું તમે જાણો છો કે કપાળ પર લગાવેલા ત્રિંપુંડના તો વૈજ્ઞાનિક ફાયદાઓ પણ છે? એવું કહેવાય છે કે ભસ્મ અને ચંદનથી થતું ત્રિપુંડ વ્યક્તિના જ્ઞાનતંતુને શીતળતા પ્રદાન કરે છે તો ભસ્મના ત્રિપુંડથી શરીરના રોગ પણ દુર થઈ જતા હોવાની માન્યતા છે. એટલે કે ત્રિપુંડ જો મહાદેવને શ્રદ્ધા સાથે અર્પણ કરવામાં આવે તો વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય અને વ્યક્તિ જો ત્રિપુંડ લગાવે તો તેના તમામ પાપનો નાશ થાય છે અને સાથે શિવકૃપાને પાત્ર પણ બની જાય છે.

આ પણ વાંચો સૂર્યદેવની કૃપા મેળવવા ખાસ કરો આ સ્તોત્રનું પઠન

g clip-path="url(#clip0_868_265)">