VMCની એફોર્ડેબલ હાઉસિંગની ઓફિસમાં ફોર્મ માટે લાગી ભીડ, અરાજકતાનો માહોલ સર્જાયો
તો બીજી તરફ સમગ્ર મામલે વડોદરાના મેયર કેયુર રોકડીયાએ લોકોને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. તેમજ ફોર્મ માટેની તારીખ પણ લંબાવામાં આવી છે. ફોર્મ પૂરતા પ્રમાણમાં હોવાથી લોકોને ભીડ ન કરવા સુચના આપી છે.
વડોદરામાં VMCની એફોર્ડેબલ હાઉસિંગની ઓફિસમાં ફોર્મ મેળવવા લોકોની ભારે ભીડ જામી છે. અવ્યવસ્થા સર્જાતા પોલીસ એક્શનમાં આવી છે. પરંતુ ફોર્મ લેવામાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. બે દિવસથી મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતા અરાજકતાનો માહોલ સર્જાયો છે. એક દિવસ પહેલા પણ લોકોની ભારે ભીડ એકત્ર થઈ હતી. જેને લીધે ટોકનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ટોકનમાં આપેલી તારીખ મુજબ ફોર્મ લેવાની વ્યવસ્થા ન ગોઠવાતા લોકોની ભીડ ઉમટી હતી.
તો બીજી તરફ સમગ્ર મામલે વડોદરાના મેયર કેયુર રોકડીયાએ લોકોને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. તેમજ ફોર્મ માટેની તારીખ પણ લંબાવામાં આવી છે. ફોર્મ પૂરતા પ્રમાણમાં હોવાથી લોકોને ભિડ ન કરવા સુચના આપી છે.
એફોર્ડબલ હાઉસિંગની ઓફિસમાં અવ્યવસ્થા મુદ્દે મેયર કેયુર રોકડીયાનું નિવેદન આવ્યું છે. ટોકન આપીને ફોર્મ આપવામાં આવી રહ્યા છે, લોકોમાં અણસમજને કારણે ભીડ થઈ રહી છે,અમે ફોર્મ માટે ની તારીખ પણ લંબાવી દીધી છે. ફોર્મ જ્યારે પણ ભરશો, ઉતાવળ ન કરો,ડ્રો સિસ્ટમ થીજ મકાન મળશે. અમારી પાસે પૂરતા પ્રમાણમાં ફોર્મ છે, મકાન ઇચ્છુકોને તમામને ફોર્મ મળશે. ફોર્મ તમામને મળશે ,પરંતુ મકાન ડ્રો સિસ્ટમને આધારે મળશે જેથી લોકો ટોળા ના કરે. અમે પ્રશાસનિક રીતે અને પોલીસ બંદોબસ્ત સાથેની વ્યવસ્થા ગોઠવી છે.
આ પણ વાંચો : કડવા પાટીદાર દીકરીઓને માત્ર 1 રૂપિયાના ટોકન ફી લઇને સ્પર્ધાત્મક પરિક્ષાઓની તાલીમ અપાશે