VIDEO: રાજ્યમાં બેરોજગારીનો વરવો ચહેરો આવ્યો સામે, વડોદરા કોર્પોરેશનમાં 407 જગ્યા માટે મળી 60 હજાર અરજી
ગુજરાતમાં બેરોજગારોની સંખ્યા વધી રહી છે. ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા 407 જગ્યાઓ માટે 60 હજાર ઉમેદવારોએ અરજી કરી છે. ઉમેદવારોની અરજીનો આંક ગુજરાતમાં બેરોજગારોની સ્થિતિની ચાડી ખાય છે. વિદ્યાર્થીઓ મોટો ખર્ચ કરીને અભ્યાસ કરે છે અને નોકરી માટે વલખા મારવાનો વારો આવે છે. જોકે માત્ર આંગળીના વેઢે ગણાય તેટલી જગ્યાઓ માટે નોકરી વાંચ્છુક ઉમેદવારોએ કરેલી […]

ગુજરાતમાં બેરોજગારોની સંખ્યા વધી રહી છે. ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા 407 જગ્યાઓ માટે 60 હજાર ઉમેદવારોએ અરજી કરી છે. ઉમેદવારોની અરજીનો આંક ગુજરાતમાં બેરોજગારોની સ્થિતિની ચાડી ખાય છે. વિદ્યાર્થીઓ મોટો ખર્ચ કરીને અભ્યાસ કરે છે અને નોકરી માટે વલખા મારવાનો વારો આવે છે. જોકે માત્ર આંગળીના વેઢે ગણાય તેટલી જગ્યાઓ માટે નોકરી વાંચ્છુક ઉમેદવારોએ કરેલી અરજીનો આંક સામે આવતા વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરી. જ્યારે નાસીપાસ થયેલા ઉમેદવારોએ નિરાશ થવાનો વારો આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
