સ્વચ્છ સર્વેક્ષણની ક્લિનેસ્ટ મેગાસીટી અમદાવાદની શરમજનક ઘટના, સેફટી વિના જ ગટરની સફાઈ!

Ahmedabad: એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને દેશના ક્લિનેસ્ટ મેગાસીટીનો એવોર્ડ મળ્યો છે, ત્યાર શરમજનક ઘટના મેટ્રો સીટીમાં સામે આવી છે.

સ્વચ્છ સર્વેક્ષણની ક્લિનેસ્ટ મેગાસીટી અમદાવાદની શરમજનક ઘટના, સેફટી વિના જ ગટરની સફાઈ!
Video of laborers entering the manhole
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 7:25 AM

Ahmedabad: શહેરના ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં ગટરની સફાઈ કરવા માટે મજૂરોને (Labourers) કોઈપણ પ્રકારની સેફટી વિના જ (Without Safety) મેનહોલમાં (Manhole) ઉતારવાની ઘટના સામે આવી છે. એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં (Swachh survekshan) અમદાવાદને દેશના ક્લિનેસ્ટ મેગાસીટીનો એવોર્ડ મળ્યો છે, ત્યાર શરમજનક ઘટના મેટ્રો સીટીમાં સામે આવી છે. તમને જણાવી દઈએ કે આ ઘટના ચાંદખેડા વિસ્તારમાં આવેલ તુલસી રેસિડેન્સીની સામે બની હતી. અહીંયા 17 નવેમ્બરના રોજ રાત્રે 11.30 વાગ્યે મજૂરોને ડ્રેનેજ લાઈનના મેઈન હોલમાં ઉતારીને ગટર સાફ કરાવવામાં આવતી હતી. આ કામ માટે કોઈ સેફટી સાધનો આપવામાં આવ્યાન હતા.

કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને ફેસ માસ્ક, ઓક્સિજન માસ્ક કે કોઈપણ પ્રકારની સલામતી વિના જ મેઈન હોલમાં ઉતારવામાં આવ્યા હતા. આ રીતે ગટરમાં ઉતારી ગટર સાફ કરાવવામાં આવી હતી. માનવ ગરીમાં એનજીઓ દ્વારા આ બાબતનો વિડીયો ઉતારી એએમસીને ફરિયાદ કરવામાં આવી છે. એનજીઓની ફરિયાદ બાદ એએમસીએ આ બાબતે તપાસ કરી હતી.

એએમસીના પશ્ચિમ ઝોનના ડેપ્યુટી ઇજનેરે જણાવ્યું હતું કે ચાંદખેડા તુલસી રેસિડેન્સીથી માન સરોવર સોસાયટી સુધીની ડ્રેનેજ લાઈનનું સીસીટીવી દ્વારા ડીસિલટિંગ કામ ચાલી રહ્યું છે. કામગીરી દરમ્યાન ડ્રેનેજ લાઈનની બાજુમાં આવેલી સ્ટ્રોર્મ વોટર લાઈનમાં ડ્રેનેજનું લીકેજ હતું. એટલે ડ્રેનેજનું લીકેજ બંધ કરવા માણસને ઉતારવામાં આવ્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ બાબતે એએમસીએ કોન્ટ્રાક્ટરને નોટીસ આપી 25 હજારનો દંડ કર્યો છે. અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે કોન્ટ્રાક્ટર પાસેથી બાંહેધરી મંગવામાં આવી છે. ત્યારે ઘણીવાર સામે આવતી આ પ્રકારની ઘટના સામે ઘણા પ્રશ્નો સર્જાય છે. ગટરમાં સેફટીના સાધનો વગર ઉતારવાથી ઘણીવાર કામદારોનું મોત પણ થયાના દાખલા ભૂતકાળમાં બનેલા છે.

તો એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને દેશના ક્લિનેસ્ટ મેગાસીટીનો એવોર્ડ મળે છે. અને બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. જણાવી દઈએ કે સ્વચ્છતા સર્વેક્ષણ 2021 માં દેશના મહાનગરોનો સ્વચ્છતા સર્વે કરાયો હતો, જેમાં 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં અમદાવાદને પ્રથમ રેન્ક સાથે ક્લીનેસ્ટ મેગાસીટીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

આ પણ વાંચો: Ahmedabad: બેકારી અને મોજ-શોખે યુવકને બનાવી દીધો ચોર, આ ફિલ્મી આઈડીયાથી કરી ચોરી

આ પણ વાંચો: અગાઉના અસંખ્ય ડસ્ટબિન ખાઈ રહ્યા છે ધૂળ! AMC ના 16 લાખ ડસ્ટબિન ખરીદવાના નિર્ણયથી વિવાદ

g clip-path="url(#clip0_868_265)">