AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બેકારી અને મોજ-શોખે યુવકને બનાવી દીધો ચોર, આ ફિલ્મી આઈડીયાથી કરી ચોરી

Ahmedabad: બેકારી અને મોજ-શોખે યુવકને બનાવી દીધો ચોર, આ ફિલ્મી આઈડીયાથી કરી ચોરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 7:03 AM
Share

Ahmedabad: એક ઘડિયાળની દુકાનમાંથી (Watch thief) કેટલાક તસ્કરો સ્માર્ટવોચની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચાલો જાણીએ કે આ યુવકે કેમ ચોરી કરી, તપાસમાં શું બહાર આવ્યું?

અમદાવાદના (Ahmedabad) કૃષ્ણનગરમાં એક દુકાનમાંથી સ્માર્ટવોચની (Smart watch) ચોરીનો બનાવ સામે આવ્યો છે. બાપાસીતારામ ચોક નજીક આવેલી એક ઘડિયાળની દુકાનમાંથી (Watch thief) કેટલાક તસ્કરો સ્માર્ટવોચની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જો કે, પોલીસે સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ કરી છે. ચાલો તમને જણાવી દઈએ કે કેમ આ યુવકએ આ રીતે ચોરી કરી. અને કઈ રીતે આ કારસ્તાનને પાર પાડ્યું. ઘડિયાળના શો-રૂમમાં એક યુવક ઘડિયાળ ખરીદવાના બહાને ગયો હતો. 

યુવકે પહેલા તો એક ઘડિયાળ પસંદ કરી હતી. ત્યાર બાદ  યુવકને ઘડિયાળ પસંદ આવી જતા દુકાનદાર પાસે પ્લાસ્ટિકની થેલી માગી હતી. હવે જ્યારે આ દુકાનદાર પ્લાસ્ટિકની થેલી લેવા અંદર ગયો તેટલી જ વારમાં આરોપી ચાર જેટલી સ્માર્ટ વોચ લઈને પલાયન થઈ ગયો હતો.

આ ઘટના ઘટ્યા બાદ વેપારીએ કૃષ્ણનગર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. જેમાં કૃષ્ણનગર પોલીસે સીસીટીવી ફૂટેજ મારફતે આરોપીને એક્ટિવા અને ચોરીની ઘડિયાળ સાથે યુવકની ધરપકડ કરી લીધી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, તે છેલ્લા કેટલાય સમયથી બેકાર હતો. અને કોઈ મોજશોખના રવાડે ચઢેલો હોવાથી આ ચોરી કરવાનું નક્કી કર્યું હતું .

 

આ પણ વાંચો: અગાઉના અસંખ્ય ડસ્ટબિન ખાઈ રહ્યા છે ધૂળ! AMC ના 16 લાખ ડસ્ટબિન ખરીદવાના નિર્ણયથી વિવાદ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 21 નવેમ્બર: વ્યવસાયમાં વિસ્તરણની યોજનાઓ પર કામ શરૂ થશે, ઘરના વડીલ વ્યક્તિને લઈને ચિંતા રહે

g clip-path="url(#clip0_868_265)">