Breaking News : ખેડૂત મિત્રો નોંધજો! વાવાઝોડા સાથે પ્રિ-મોન્સૂન વરસાદની થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની મોટી આગાહી, જુઓ Video

અંબાલાલ પટેલની આગાહી મુજબ, 19 થી 24 મે દરમિયાન ગુજરાતમાં પ્રી-મોન્સૂન વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. ચોમાસુ 15 જૂન સુધીમાં ગુજરાત પહોંચશે અને આ વખતે અલનીનો હોવા છતાં સારા વરસાદની અપેક્ષા છે.

Breaking News : ખેડૂત મિત્રો નોંધજો! વાવાઝોડા સાથે પ્રિ-મોન્સૂન વરસાદની થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની મોટી આગાહી, જુઓ Video
pre monsoon activities begin in gujarat ambalal patel predicts
Image Credit source: Credits : chatgpt
| Updated on: May 18, 2026 | 2:34 PM

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર ગુજરાતમાં 19 મેથી 24 મે દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની પ્રબળ શક્યતા છે. બંગાળની ખાડી અને અરબ સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે.

પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય

  • દક્ષિણ ગુજરાત: આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યાં બે ઇંચથી વધુ વરસાદ થવાની સંભાવના છે.
  • સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત: સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થશે, જેનું પ્રમાણ એક ઇંચ કે તેથી ઓછું અથવા વધુ હોઈ શકે છે.
  • ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી-મોન્સૂન દરમિયાન અંદાજે 50 મિલીમીટર જેટલો વરસાદ નોંધાઈ શકે છે.
  • વાવાઝોડું અને પવન: આ વરસાદ સામાન્ય નહીં હોય, પરંતુ તે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે આવશે. આ દરમિયાન પવનની ગતિ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા છે.

ચોમાસું 2026: ક્યારે બેસશે અને કેવું રહેશે?

અંબાલાલ પટેલે ચાલુ વર્ષના ચોમાસાને લઈને રાહત આપનારા સમાચાર આપ્યા છે. વૈશ્વિક સ્તરે અલનીનોની અસર હોવા છતાં, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેવાનું અનુમાન.

  • કેરળમાં આગમન: ચોમાસું 26 મેની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે.
  • મુંબઈ અને ગુજરાત: કેરળ બાદ ચોમાસું આગળ વધીને 10 જૂન સુધીમાં મુંબઈ અને 15 જૂન સુધીમાં ગુજરાતમાં દસ્તક દે તેવી સંભાવના.
  • ચોમાસાની જામવટ: જો કે રાજ્યમાં વિધિવત અને સારા ચોમાસાની શરૂઆત 23 જૂન પછી થશે.
  • ચોમાસાની અવધિ: આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ ખૂબ સારો વરસાદ પડશે અને ચોમાસાની સીઝન લાંબી ચાલશે, એટલે કે ઓક્ટોબર મહિના સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં વર્તમાન ગરમી અને તાપમાનની સ્થિતિ

હાલમાં સમગ્ર ગુજરાત તીવ્ર ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. તાજેતરના તાપમાનના આંકડા

શહેર

નોંધાયેલું તાપમાન

સ્થિતિ સામાન્ય કરતાં તફાવત

સુરેન્દ્રનગર 44.5°C સામાન્ય કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસ વધુ (સૌથી ગરમ)
અમરેલી 43.5°C કાળઝાળ ગરમી
અમદાવાદ 43.1°C હીટવેવની અસર
ગાંધીનગર 43.0°C ઊંચું તાપમાન
સુરત 41.9°C સામાન્ય કરતાં 6.2 ડિગ્રી સેલ્સિયસ વધુ

 

આગામી દિવસોની રાહત: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 5 થી 6 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળશે. જો કે તેમ છતાં કેટલાક વિસ્તારોમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જ રહેશે.

ગરમી તો ઠીક, આ બફારાનું શું કરવું? સાયક્લોનિક સર્ક્યુલેશને ગુજરાતવાસીઓનો પરસેવો છોડાવ્યો! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us