Breaking News : ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ ક્યારે આવશે વરસાદ ? અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video

અંબાલાલ પટેલના મતે 8 મે પછી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે, જેમાં મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. 15 મે બાદ વાતાવરણમાં પલટો આવશે અને પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેમાં આંધી-વંટોળ સાથે વરસાદની સંભાવના છે.

Breaking News : ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ ક્યારે આવશે વરસાદ ? અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
Ambalal patel rain forecast after summer heatwave gujarat weather
| Updated on: May 06, 2026 | 3:44 PM

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે, અત્યાર સુધીમાં ગરમી, ઠંડી, વરસાદ કે કમોસમી વરસાદને લઈને અનેક સચોટ આગાહી કરી છે. અંબાલાલ પટેલે, હાલમાં પડી રહેલા કાળઝાળ ગરમી વચ્ચે એક એવી ચિંતાજનક આગાહી કરી છે. જાણો અંબાલાલ પટેલની આગાહી મુજબ, ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ક્યારે કેવું રહેશે હવામાન.

ગુજરાતમાં હજુ ગરમીનો પ્રકોપ યથાવત

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં કાળઝાળ ગરમીમાંથી તરત જ રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. ઉલટાનું આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના.

તાપમાનનો અંદાજ (8 થી 12 મે)

8 મે બાદ ગરમીનો વધુ એક આકરો રાઉન્ડ શરૂ થશે, જે 12 મે સુધી ચાલશે. વિવિધ વિસ્તારોમાં તાપમાનની સ્થિતિ રહેવાની સભાવન

વિસ્તાર

અંદાજિત મહત્તમ તાપમાન

મધ્ય ગુજરાત 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ
ઉત્તર ગુજરાત 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ
કચ્છ 41 થી 43 ડિગ્રી સેલ્સિયસ
ઉત્તર સૌરાષ્ટ્ 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ

15 મે પછી વાતાવરણમાં મોટો પલટો

ગરમીના આ રાઉન્ડ બાદ 15 મે પછી રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના કારણે રાજ્યમાં વરસાદ અને ઠંડક આવવાની શક્યતા

હવામાનમાં શું બદલાવ આવશે?

  1. આંધી-વંટોળ: 11 મે થી 20 મે ની વચ્ચે રાજ્યમાં તેજ પવનો અને આંધી-વંટોળ ફૂંકાવાની શક્યતા. આ પવનો એટલા તેજ હોઈ શકે છે કે કાચા મકાનો કે અન્ય માળખાને નુકસાન પહોંચાડી શકે.
  2. વરસાદ: 17 થી 18 મે ની આસપાસ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની પ્રબળ શક્યતા
  3. રાહત: આ વરસાદી માહોલ ગરમીમાં ઘટાડો લાવશે અને વાતાવરણમાં ઠંડક પ્રસરાવશે.

ખેડૂતો અને નાગરિકો માટે

મે મહિનાની 11 થી 20 તારીખ દરમિયાન આવનારા તેજ પવન અને આંધીને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ પોતાના પાક અને માલસામાનની સલામતી  માટે સુરક્ષિત જગ્યાએ સંગ્રહિત કરવો સાથે જ સામાન્ય જનતાએ પણ ગરમીના સમયગાળા દરમિયાન અને ત્યારબાદ આવતા વાવાઝોડા જેવી પરિસ્થિતિ સામે સાવચેત રહેવું. જેથી તેઓ આગામી હવામાનની પરિસ્થિતિઓ માટે તૈયાર રહી શકે.

ગુજરાતમાં કુદરતનો અણધાર્યો ‘ખેલ’, માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us