Ahmedabad : એસ ટી નિગમના વિવિધ યુનિયનો આંદોલનના માર્ગ, માંગણી નહિ સંતોષાય તો 16 તારીખથી શરૂ કરશે આંદોલન

|

Sep 08, 2021 | 4:53 PM

એસ.ટી કર્મચારી યુનિયન દ્વારા નિગમ અને સરકારને (Government)પત્ર લખીને માંગણી સંતોષવા માટે 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે અને જો 15 દિવસમાં નિકાલ નહિ આવે તો બાદમાં 16 તારીખથી યુનિયન અને કર્મચારીએ આંદોલન શરૂ કરવાની તૈયારી બતાવી છે.

Ahmedabad : એસ ટી નિગમના વિવિધ યુનિયનો આંદોલનના માર્ગ, માંગણી નહિ સંતોષાય તો 16 તારીખથી શરૂ કરશે આંદોલન
ST Corporation Union (File Photo)

Follow us on

Ahmedabad : એસ ટી નિગમના વિવિધ યુનિયનો છેલ્લા ઘણા વર્ષોથી નિગમ અને સરકારને રજુઆત કરી રહ્યા છે. જેમાં અનેક વખત હળતાડ પાડીને પણ વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં એસ.ટી. કર્મચારીઓની (ST Workers) માંગ નહિ સંતોષતા એસ ટી નિગમ યુનિયને ફરી એક વાર આંદોલનનો સુર આલાપ્યો છે.

યુનિયને સરકારને 15 દિવસનું આપ્યુ અલ્ટીમેટમ

તમને જણાવી દઈએ કે,એસ ટી નિગમના ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન(Gujarat State Workers Federation) , ગુજરાત રાજ્ય એસ ટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસ ટી મજદુર મહાસંઘની બુધવારે કર્મચારીઓ સાથે બેઠક મળી હતી. જે બેઠકમાં પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી. સાથે જ આ બેઠકમાં યુનિયન (Union) અને ફેડરેશન દ્વારા 26 ઓગસ્ટ નિગમ અને સરકારને રજુઆત કરીને 15 દિવસનો સમય આપ્યો છે, જો માંગ નહિ સંતોષાય તો તેઓ આંદોલન શરૂ કરશે. જે આંદોલનની બુધવારે મળેલી બેઠકમાં રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

પડતર પ્રશ્નોને લઈને યુનિયન આંદોલનના માર્ગ

એસ ટી નિગમના યુનિયન મંડળ અને ફેડરેશનની 18 જેટલી વિવિધ માંગણીઓ છે. જેમાં મુખ્ય માંગણી મોંઘવારી ભથ્થું વધારવા, બોનસ આપવા, 7 માં પગારપંચના અમલી કરવા, એરિયર્સ આપવા અને ગ્રેડ પે અસંતોષ દૂર કરવા સહિત 18 જેટલી છે માંગણીઓ છે.

ત્રણ યુનિયન દ્વારા નિગમ અને સરકારને (Government)પત્ર લખીને માંગણી સંતોષવા માટે 15 દિવસનો સમય આપ્યો છે અને જો 15 દિવસમાં નિકાલ નહિ આવે તો બાદમાં 16 તારીખથી યુનિયન અને કર્મચારી આંદોલન શરૂ કરવાની તૈયારી બતાવી છે. જેની રૂપરેખા પણ તૈયાર કરી દેવામાં આવી છે.

યુનિયનોએ બેઠકમાં આંદોલનની રૂપરેખા તૈયાર કરાઈ

15 સપ્ટેમ્બર સુધી માંગ નહીં સંતોષાય તો 16 સપ્ટેમ્બરથી યુનિયન અને કર્મચારી આંદોલન શરૂ કરશે. જેમાં તેઓ કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે. ઉપરાંત કલેકટરને આવેદનપત્ર આપશે અને સુત્રોચ્ચાર કરી વિરોધ સરકાર સમક્ષ વિરોધ નોંધાવશે.સ્વયંભૂ માસ સી એલ પાડશે તેમજ અચોક્કસ મુદતની હડતાળ પણ પાડશે.

કર્મચારી યુનિયને (ST Union) જણાવ્યુ હતુ કે, અગાઉ 2019માં કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને હડતાળ કરતા સરકારે માંગણી પુરી કરવા ખાતરી આપી હતી. જોકે હજુ સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી. જો આગામી દિવસોમાં માંગ નહિ સંતોષાય તો રાજ્યના 40 હજાર કર્મચારી આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે. ઉપરાંત આ આંદોલનને પગલે લોકોને જે હાલાકી પડશે તેને લઈને પદાધિકારીઓને તેમની રજુઆતમાં જવાબદાર ઠેરવ્યા છે.

હાલ એસ.ટી.કર્મચારીઓ હડતાળ પર ઉતરે તે પહેલાં નિગમે અને સરકારે આ મામલે વિચારણા કરવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે. જેથી આગામી સમયમાં આંદોલનને પગલે લોકોએ સહન કરવાનો વારો ન આવે.

 

આ પણ વાંચો: 2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની કવાયત, પાંચ રાજ્યોનાં ચૂંટણી પ્રભારીની જાહેરાત

આ પણ વાંચો:  Gandhinagar : સહકારી સંસ્થાઓની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, ભાજપના સહકાર સેલની સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક

Next Article