Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંઘ પ્રદેશમાં ગુજરાતના 5 ગામો સમાવવાની વાત વહેતી થતા ગ્રામજનોનો વિરોધ, પાંચેય ગામને ગુજરાતમાં જ રાખવા માગ

વિરોધ કરનારા ગ્રામજનોનું કહેવુ છે કે દાદરાનગર હવેલીમાં વીજળીની પણ સમસ્યા છે. સાંજના સમયે વીજળી ઓછી મળે છે. તો બીજી બાજુ ગુજરાતના ગામમાં આ સમસ્યા નથી. આથી તેમને કોઈ પણ કાળે દાદરાનગર હવેલીનો હિસ્સો બનવું નથી.

સંઘ પ્રદેશમાં ગુજરાતના 5 ગામો સમાવવાની વાત વહેતી થતા ગ્રામજનોનો વિરોધ, પાંચેય ગામને ગુજરાતમાં જ રાખવા માગ
Villagers protest against inclusion of 5 villages of Gujarat in Sangh Pradesh
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Jan 31, 2022 | 7:53 AM

ગુજરાત (Gujarat)ના પાંચ ગામો સંઘ પ્રદેશમાં જોડવાના હોવાની માહિતી મળતા વલસાડ (Valsad) જિલ્લાના ગામોએ વિરોધ નોંધાવ્યો છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) નજીકના ગામના લોકોને ગુજરાતમાં તમામ સગવડ મળતી હોવાથી તેમને સંઘ પ્રદેશમાં જોડાવું નથી. સંઘ પ્રદેશમાં નાનામાં નાના કામ કરાવવા હોય તો પણ મુશ્કેલી પડતી હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે.

દમણ, દીવ, દાદરાનગર હવેલીના પ્રશાસક તરીકે પ્રફુલ પટેલે ચાર્જ સાંભળ્યા બાદ સૌરાષ્ટ્રનું ઘોઘલા ગામ કે જે સમુદ્ર કિનારે આવેલું છે તે ગામને દીવમાં, જયારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મધુબન, નગર, રાયમલ અને મેઘવાલ આ ગામોને દાદરાનગર હવેલીમાં સમાવવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સુચન કર્યું હતું. કપરાડાના આ 4 ગામોમાં જવા માટેનો માર્ગ દાદરાનગર હવેલીથી સારો પડે છે અને આ તમામ ગામ દાદરાનગર હવેલીની બોર્ડર ઉપર આવ્યા છે.

જેથી આ ગામને નગરહવેલીમાં જોડવામાં આવે એવા સૂચનો થયા હતા. ત્યારે આ સૂચનોને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય ગતિવિધિ કરતુ હોવાની વાતો થતાં કપરાડાના ગામોના લોકોએ વિરોધ કર્યો છે. તેમનું કેહવું છે કે એક સમય હતો કે જ્યારે ગુજરાતના છેવાડાના ગામોમાં વિકાસ થતો નહતો. જેથી તેમની ઈચ્છા હતી કે તેમનું ગામ દાદરાનગર હવેલીમાં સમાવવામાં આવે,પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે.

કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી
Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી
IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે
41 વર્ષીય અભિનેત્રીએ ચાહકોને ગુડન્યુઝ આપ્યા
ટાટાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર કેટલાની આવે ?

આજે આ પાંચેય ગામોમાં પાયાની સુવિધાથી લઈને તમામ વ્યસ્થા છે. જેથી તેમને ગુજરાતમાં જ રહેવું છે. ગામ લોકોનું કેહવું છે કે દાદરાનગર હવેલીમાં સરકારી કામકાજોમાં લાંબો સમય લાગે છે. ઉપરાંત અહીંના મોટાભાગના અધિકારીઓ દિલ્લીથી આવ્યા હોવાના કારણે કામકાજમાં પુરતું ધ્યાન આપતા નથી. એટલુ જ નહીં પણ સામાન્ય દાખલો પણ કઢાવવો હોય તો અઠવાડિયાથી વધુ સમય લાગે છે.

જ્યારે સ્થાનિક ગ્રામ પંચાયતમાંથી તેમને તરત જ દાખલા મળી જાય છે. આ સાથે સ્થાનિક યુવાનો શિક્ષિત બની રહ્યા છે. તેમને કોઈને કોઈ કંપનીમાં નોકરી મળી જતી હોય છે. જ્યારે દાદરાનગર હવેલીના છેવાડાના ગામના યુવાનો મોટાભાગે દારૂના ઢાબા ઉપર નોકરી કરી રહ્યા છે. નગરહવેલીમાં સમાવવાથી ભલે દારૂ મુક્તિ મળી જશે, પરંતુ યુવાધન દારૂની બદી તરફ ધકેલાશે.

વિરોધ કરનારા ગ્રામજનોનું કહેવુ છે કે દાદરાનગર હવેલીમાં વીજળીની પણ સમસ્યા છે. સાંજના સમયે વીજળી ઓછી મળે છે તો બીજી બાજુ ગુજરાતના ગામમાં આ સમસ્યા નથી. આથી તેમને કોઈ પણ કાળે દાદરાનગર હવેલીનો હિસ્સો બનવું નથી.

કપરાડાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કલ્પસર યોજના તેમજ મત્સ્ય ઉદ્યોગ પ્રધાન જીતુ ચૌધરીને થોડા વર્ષો પહેલા મેઘવડ ગામના લોકોએ મળીને નગરહવેલીમાં સમાવવાની માગ કરી હતી. જોકે એ વાતને લાંબો સમય વીતી ગયો છે અને હાલ લોકો નગરહવેલીમાં જોડાવવા માગતા નથી. જેથી જીતુભાઈ પણ ગામના લોકો જોડે સહમત છે. તેમનું કહેવું છે કે ગામના લોકોની જે માગણી છે એજ પ્રમાણે થવું જોઇએ.

ગ્રામજનોના મત પ્રમાણે સંઘ પ્રદેશમાં દારૂની છૂટ હોવાને કારણે તેમના ગામોનું યુવાધન બરબાદ થઇ શકે છે. બીજી તરફ સંઘ પ્રદેશમાં બહારના અધિકારીઓ આવવાથી સ્થાનિક સમસ્યાને યોગ્ય ન્યાય આપી શકતા નથી. વિકાસના કામમાં પણ તેમનું પુરતું ધ્યાન રહેતું નથી. ક્યારેક અધિકારીઓને ટપ્પો પડતો નથી તો ક્યારેક અધિકારીને જવાબદારીની પડી નથી હોતી. ગુજરાતના માજી ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ પટેલની પ્રશાસક તરીકે નિમણુક થયા બાદ સંઘ પ્રદેશમાં વિકાસ થયો હોવાનું ગ્રામજનો માની રહ્યા છે. જોકે પ્રફુલ પટેલની બદલી બાદ શું? ત્યારે સરકાર આગળ શું કરે છે અને કઈ રીતે પગલા લે છે એના ઉપર સૌ લોકોની નજર છે.

આ પણ વાંચો- Ahmedabad : પીરાણામાં ઇમામશાહ દરગાહ પાસે દિવાલ બનાવવાનો વિવાદ વકર્યો, પોલીસે બંદોબસ્ત ગોઠવાયો

આ પણ વાંચો- ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં એટીએસએ મૌલાના ઉસ્માનીની ધરપકડ કરી, તપાસમાં વધુ નામો ખુલવાની શક્યતા

ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
g clip-path="url(#clip0_868_265)">