વલસાડઃ વાપીમાં બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, ફરી પ્રદુષણ ઝોનમાં આવવાનું જોખમ

કેટલીક જાણીતી કંપની પોતાનો જોખમી કેમિકલ વેસ્ટ નો બારોબાર નિકાલ કરી રહી છે અને જી.પી.સી.બી મુખ પ્રેક્ષક બનીને બેઠું છે ત્યારે ફરી એક વાર એસ.ઓ.જી ની ટીમે એક બારોબાર કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા જતું એક ટેન્કર ઝડપી પાડ્યું છે

વલસાડઃ વાપીમાં બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, ફરી પ્રદુષણ ઝોનમાં આવવાનું જોખમ
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 5:42 PM

વાપી ભલે મોસ્ટ પોલ્યુટેડ ઝોનમાંથી બહાર નીકળ્યું છે, પરંતુ વાસ્તવિકતા કઈ અલગ જ છે.આજે પણ વાપીમાં બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, કેટલીક જાણીતી કંપની પોતાનો જોખમી કેમિકલ વેસ્ટ નો બારોબાર નિકાલ કરી રહી છે અને જી.પી.સી.બી મુખ પ્રેક્ષક બનીને બેઠું છે.ત્યારે ફરી એક વાર એસ.ઓ.જી ની ટીમે એક બારોબાર કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા જતું એક ટેન્કર ઝડપી પાડ્યું છે.

એશિયાના નામાંકિત ઉદ્યોગિક હબ વાપીમાં દિન પ્રતિદિન વિકાસ થઇ રહ્યો છે.પરંતુ આ વિકાસ ની આગેકૂચ લોકોના આયુષ માટે જોખમી સાબિત થઇ રહી હોય એમ લાગી રહ્યું છે અને આ પાછળ કેટલાક લાલચુ ઉદ્યોગપતિ જવાબદાર છે.સમગ્ર એશિયામાં જાણીતી વાપી પ્રદુષણ ના જોખમી ભરડા ના સકંજામાં છે.એવું નથી કે આ પ્રદુષણ ઘટાડી ન શકાય.પરંતુ કેટલીક કંપનીઓ ઉત્પાદન બાદ નીકળતા હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ને ચોક્કસ ટ્રીટમેન્ટ કરવાના બદલે કોઈ ખુલ્લી જગમાં ઠાલવીને નિકાલ કરતી હોય છે.જેના કારણે પ્રદુષણ માં વધારો થઈ રહ્યો છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ની પુરેપુરી જવાબદારી છે કે પ્રદુષણ ઓંક્તી કંપનીઓ સામે પગલા ભરે અને આવી કંપનીઓ ને ક્લોઝર નોટિસ ફટકારે.પરંતુ વાપી જી.પી.સી.બી ને પોતાની આંખો ઉપર પટ્ટી બાંધીને ગાંધારી ની ભૂમિકા બજાવતી હોય એમ લાગી રહ્યું છે.પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના અધિકારી કર્મચારીઓ તપાસના નામે ગપગોળા મારતા હોય એમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.આ વખતે ભીલાડ થી એસ.ઓ.જી એ જે જોખમી કેમિકલ વેસ્ટ ઠાલવવા જતી ટેન્કર પકડી છે એ ટેન્કર એક મોટી નામાંકિત કંપનીનું હોવાનું સામે આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-07-2024
નેપાળના ક્રિકેટ ખેલાડીઓનો પટાવાળા કરતા ઓછો પગાર
SBI પાસેથી 5 વર્ષ માટે 6,00,000 ની પર્સનલ લોન લેવા પર EMI કેટલું આવશે ?
સવારે ખાલી પેટે એલચીનું કરો સેવન, થશે આ ગજબના ફાયદા
ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ માટે કરેલી બર્થડે પોસ્ટ પર આવ્યા આવા રિએક્શન
મોઢામાં વારંવાર પડતા છાલા આ બીમારીનો આપે છે સંકેત

એવું નથી કે પહેલી વાર પોલીસે ગેરકાયદે કેમિકલ ઠાલવતા ગઠિયાઓ ને ઝડપી પાડ્યા છે.આ પહેલા પણ વલસાડ જિલ્લા ની જુદી જુદી પોલીસની ટીમ આ કૌભાંડ પકડી ચુકી છે અને કંપની ના સંચાલક સામે પણ ગુના દાખલ થઇ ચુક્યા છે.તો કેટલીક વાર જે તે વિસ્તારના સ્થાનિક લોકોએ પણ પ્રદૂષણ ની આ બદી ફેલાવતા ટેન્કરમાંથી કેમિકલ ઠાલવતા કેટલાક લોકોને પકડીને પોલીસને સોંપ્યા છે. જોકે આ નેટવર્ક એમુક ચોક્કસ ટોળકી ચલાવે છે.આ ટોળકીને કંપની ઉચ્ચક નક્કી કરાયેલી રકમ ચૂકવી દેતી હોય છે અને ટોળકી તેના ફોલ્ડરો થકી કંપનીમાંથી કેમિકલ વેસ્ટ ઉપાડી ને કોઈ ખુલ્લી જગ્યામાં નિકાલ કરે છે.

વાપી હોય કે સરીગામ બન્ને જી.આઈ.ડી.સી માં સી.ઈ.ટી.પી કાર્યરત છે.પરંતુ કેટલીક કંપની ના લેભાગુ સંચાલકો સી.ઈ.ટી.પી માં તેમનો નીકળતો જોખમી વેસ્ટ મોકલવાને બદલે આ રીતે બારોબાર નિકાલ કરાવે છે.સી.ઈ.ટી.પી માં જે ખર્ચો લાગે છે એનાથી અર્ધા કે એ થી પણ ઓછા પૈસામાં આ જોખમી કેમિકલ ચોક્કસ ટોળકી બારોબાર ખુલ્લી જગ્યા કે કોઈ નાળામાં ઠાલવીને નિકાલ કરે છે.એવું નથી કે આ રેકેટ ની સ્થાનિક અધિકારીઓ ને ખબર નથી.પરંતુ ક્યાંક ને ક્યાંક આ રેકેટમાં તેમની પણ દરમિયાનગીરી છે કે જેના કારણે પ્રદુષણ ફેલાઈ રહ્યું છે.ત્યારે જરૂર છે કે વાપીમાં ચોક્કસ પ્રમાણિક અધિકારી ની નિમણુક થાય કે જે પ્રદુષણ ના પડછાયા માં સપડાયેલા વાપી ની તાસીર બદલી શકે.

આ પણ વાંચોઃ Dahod: ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 1 કરોડ 47 લાખ ગરીબોને 26 હજાર 600 કરોડ ઉપરાંતના સહાય-લાભ અપાયાઃ મુખ્યમંત્રી

આ પણ વાંચોઃ Kutch: જો આવું થયુ તો બાગાયત ક્ષેત્રે સર્જાશે ક્રાંતિ ખારેકમાં FPO માટે માર્ગદર્શન અપાયુ, જાણો શુ છે ફાયદા

Latest News Updates

અબડાસાની સ્થાનિક નદીઓમાં જોવા મળ્યો ધસમસતો પ્રવાહ, ગાયો તણાઈ
અબડાસાની સ્થાનિક નદીઓમાં જોવા મળ્યો ધસમસતો પ્રવાહ, ગાયો તણાઈ
ખંભાળિયાના રાજરા રોડ મકાન ધરાશાયી, કાટમાળમાં ફસાયેલા 3 લોકોના મોત
ખંભાળિયાના રાજરા રોડ મકાન ધરાશાયી, કાટમાળમાં ફસાયેલા 3 લોકોના મોત
21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
ભરૂચમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ
ભરૂચમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ
પાકિસ્તાની નાગરિકોના આધાર અને આયુષ્યમાન કાર્ડ નિકળતા તંત્ર ચોંક્યું
પાકિસ્તાની નાગરિકોના આધાર અને આયુષ્યમાન કાર્ડ નિકળતા તંત્ર ચોંક્યું
દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા
દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા
રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ
રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ
આ 4 રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 4 રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
g clip-path="url(#clip0_868_265)">