Valsad : કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી, કેરીના પાક પર અસર થઇ

|

Apr 21, 2022 | 4:41 PM

વલસાડ (Valsad) જિલ્લામાં મોસમ ધરતીપુત્રો ઉપર નારાજ હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી વાતાવરણમાં થઇ રહેલા ફેરફારને કારણે ખેતીમાં નુકસાન થઇ રહ્યું છે.

Valsad : કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી, કેરીના પાક પર અસર થઇ
Valsad: Unseasonal rains raise farmers' worries, affect mango crop (ફાઇલ)

Follow us on

છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં (unseasonal rains)પલટો આવ્યો છે. અને વાદળ છવાયા વાતાવરણ વચ્ચે આજે વલસાડ (Valsad) જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોની(Farmers) ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને કેરીના પાક ઉપર અસર થઇ છે. તો ફરીવાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

વલસાડ જિલ્લામાં મોસમ ધરતીપુત્રો ઉપર નારાજ હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી વાતાવરણમાં થઇ રહેલા ફેરફારને કારણે ખેતીમાં નુકસાન થઇ રહ્યું છે. અને તેમાં પણ ખાસ કરીને કેરીની સીઝન દરમિયાન વાતાવરણમાં સતત ફેરફાર આવતા ફળોનો રાજા કેરીનો પાક પણ બગડી રહ્યો હોવાથી જગતના તાત ઉપર મુશ્કેલી ઉભી થઇ રહી છે. ત્યારે આજે ફરી વાર વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. છેલ્લા 2 દિવસથી વાદળ છવાયું વાતાવરણ હતું અને તેમાં પણ આજે વરસાદ પડતા ઝાડ ઉપર લાગેલા કેરીના પાકને અસર થઇ છે.

આમ તો શરૂઆતમાં કેરી અને તેમાં પણ આફૂસ અનુકૂળ વાતાવરણ હોવાથી ખેડૂતો ગેલમાં આવી ગયા હતા.મોટાભાગના કેરીના ઝાડ ઉપર મોરના ઝૂમકે ઝૂમકા લટકતા હતા અને કેરીનો પાક મોટા પ્રમાણમાં ઉતરશે એવી ખેડૂતો રાહ માંડીને બેઠા હતા. જોકે બાદમાં ડિસેમ્બર માસથી વાતાવરણમાં પલટો આવતા કેરીનો પાક બગડવાની શરૂઆત થઇ હતી.ધીમે ધીમે કેરીનો મોર ખરતો ગયો અને ખેડૂતોની આશા ઉપર પાણી ફરતું ગયું. જેમાં લગભગ 70 ટકા જેટલો પાક બગડી ચૂક્યો હતો. તો હવે ફરીવાર 2 દિવસથી વાતાવરણમાં પલટા અને આજે પડેલા વરસાદે બચેલો પાકને પણ ખતરામાં મૂકી દીધો છે.આથી હવે ખેડૂતો સરકાર પાસે મદદની આશા બાંધીને બેઠા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

કેરી જેટલી મીઠી લાગે છે એટલી જ મહેનત પણ માંગે છે.કેરીની ખેતી કરતા ખેડૂતોએ પાક સારો ઉતરેએ માટે ભારે પરસેવા પાડવા પડે છે. જોકે કેરી એકદમ સંવેદનશીલ પાક છે કેમકે થોડી પણ અસર પાકને બગાડે છે. ત્યારે હવે ખેડૂતો બીજા પાક તરફ વાળવાનો વિચાર કરી રહ્યા છે કેમકે હવે નુકસાન વેઠવાનો ખેડૂતોની સહનશક્તિ પૂર્ણ થઇ ગઈ છે.

આ પણ વાંચો :Stock Market Updates: બજાર સતત બીજા દિવસે તેજી સાથે બંધ, સેન્સેક્સમાં 874 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 17392ની સ્તરે

આ પણ વાંચો :Jersey Review in Gujarati: ‘જર્સી’માં શાહિદ કપૂરે આપ્યો દિલને સ્પર્શી જાય એવો અભિનય, મૃણાલ અને પંકજે પણ કરી કમાલ

Next Article