Stock Market Updates: બજાર સતત બીજા દિવસે તેજી સાથે બંધ, સેન્સેક્સમાં 874 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 17392ના સ્તરે
Closing Bell : લાર્જકેપ શેરોની સાથે બીએસઈના સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. BSE મિડકેપ ઇન્ડેક્સ 1.28 ટકાના વધારા સાથે બંધ થયો હતો જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ (Smallcap index) 1.33 ટકા વધ્યો હતો.
સ્થાનિક શેરબજાર (Stock Market) સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયું હતું. બેંકિંગ, ઓટો, ફાર્મા, રિયલ્ટી સહિતના તમામ ક્ષેત્રોમાં ખરીદીના કારણે સેન્સેક્સ (Sensex) ટ્રેડિંગના અંતે 874 પોઈન્ટ વધીને 57,911.68ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 256 પોઈન્ટના વધારા સાથે 17,392ના સ્તરે બંધ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસીસ, HDFC, HDFC બેંક, TCSના હેવીવેઈટ શેરોએ આજના ટ્રેડિંગમાં બજારને ઝડપથી ટેકો આપ્યો હતો. ગુરુવારે સેન્સેક્સના ટોપ 30માં 27 શેરો લીલા નિશાનમાં અને 3 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. M&M, મારુતિ, બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ્સ, રિલાયન્સ, કોટક બેન્ક અને TCS 2 ટકાથી વધુ વધ્યા હતા. ટાટા સ્ટીલ, ભારતી એરટેલ અને નેસ્લે ઈન્ડિયાના શેરમાં ઘટાડો થયો હતો.
લાર્જકેપ શેરોની સાથે બીએસઈના સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. BSE મિડકેપ ઇન્ડેક્સ 1.28 ટકાના વધારા સાથે બંધ થયો હતો જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.33 ટકા વધ્યો હતો. આજે માર્કેટ વોલેટિલિટી ઇન્ડેક્સ INDIA VIX માં મોટો ઘટાડો નોંધાયો હતો. ઈન્ડિયા વિક્સ ઈન્ડેક્સ 4.39 ટકા લપસી ગયો અને 18ના સ્તરથી નીચે ગયો.
રોકાણકારોને 3.5 લાખ કરોડથી વધુનો ફાયદો થયો
આજે, બજારમાં તેજીને કારણે રોકાણકારોએ મોટો નફો કર્યો છે. તેમની સંપત્તિમાં રૂ. 3.50 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. બુધવારે BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 2,68,24,678.65 કરોડ રૂપિયા હતું, જે આજે 3,52,477.72 કરોડ રૂપિયા વધીને 2,71,77,156.37 કરોડ રૂપિયા થયું છે. તે જ સમયે, રોકાણકારોની સંપત્તિમાં બે દિવસમાં 5,74,427.92 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
આ પણ વાંચો : આજે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનો IPO ખુલ્યો, જાણો કંપની અને તેની યોજનાને લગતી તમામ માહિતી
આ પણ વાંચો : Russia ukraine crisis : પ્રતિબંધો બાદ કોણ ખરીદે છે રશિયા પાસેથી ક્રુડ ઓઇલ, કોણે આપ્યો જાકારો, જાણો….