Valsad : વૈશાલી હત્યા કેસમાં ત્રીજા આરોપીને પોલીસે પંજાબથી ઝડપ્યો

ગુજરાતના  વલસાડમાં (Valsad) ગાયક  વૈશાલી(Vaishali) હત્યા (Murder)કેસમાં ત્રીજા આરોપીને વલસાડ પોલીસે પંજાબથી ઝડપી પાડયો છે.આ આરોપીએ વૈશાલીની મફલરથી ગળે ટુંપો આપીને હત્યા કરી હતી.

Valsad : વૈશાલી હત્યા કેસમાં ત્રીજા આરોપીને પોલીસે પંજાબથી ઝડપ્યો
Vaishali Murder Case Main Accused Arrest
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 10:18 PM

ગુજરાતના  વલસાડમાં (Valsad) ગાયક  વૈશાલી(Vaishali) હત્યા (Murder)કેસમાં ત્રીજા આરોપીને વલસાડ પોલીસે પંજાબથી ઝડપી પાડયો છે.આ આરોપીએ વૈશાલીની મફલરથી ગળે ટુંપો આપીને હત્યા કરી હતી.ત્યારે વૈશાલી હત્યા કેસના તમામ આરોપીઓ હવે પોલીસ પકડમાં આવી ગયા છે. ઓગસ્ટ મહિનાની 27 તારીખ, જે દિવસે વલસાડની સિંગર વૈશાલી પૈસા લેવા ગઈ હતી અને અચાનક ગાયબ થઈ ગઈ હતી.મોડે સુધી ઘરે પરત ન ફરતા આખરે વૈશાલીના પતિ હિતેશએ પત્ની વૈશાલી ગુમ થયા હોવાની વલસાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.બીજી બાજુ બીજાજ દિવસે એટલે કે તારીખ 28 ના રોજ પારડી પોલીસ સ્ટેશન ની હદમાંથી વૈશાલીની તેનીજ કારમાંથી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો.

વલસાડ પોલીસની જુદી જુદી ટીમ કામે લાગી હતી

આ ઘટનાને લઈને વલસાડમાં સોંપો પડી ગયો હતો અને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ડોગ સ્કવોડ, એફએસએલ, ફિંગરપ્રિંટ નિષ્ણાંતોની ટીમ તળિયા ઝાટક તપાસમાં જોતરાઈ ગઈ હતી.પહેલા તપાસમાં સામે આવ્યું હતું કે વૈશાલી તેની મિત્ર પાસેથી ઉછીના આપેલા 8 લાખ રૂપિયા લેવા ગઈ હતી.આથી પોલીસે પહેલા બબિતાની પૂછપરછ કરી હતી.આ દરમિયાન બબીતાના જવાબો ગોળ ગોળ હોવાથી પોલીસને પ્રથમ બબીતા ઉપરજ શંકા ગઈ હતી.જેથી પોલીસે તેને કેન્દ્ર બિંદુ બનાવીને તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો હતો.વલસાડ પોલીસની જુદી જુદી ટીમ કામે લાગી હતી અને આખા રસ્તા ના સી.સી.ટી.વી ખંગોળી નાખ્યા હતા.

બબીતા  ડગલે ને પગલે પોલીસને ગુમરાહ કર્યા હોવાનું સામે આવ્યું હતું

આ દરમિયાન બબીતા એ આપેલા નિવેદનો માં વિરોધાભાસ આવતા પોલીસે તેની કડકાઇથી પૂછપરછ શરૂ કરી હતી.જેમાં બબીતા ભાંગી પડી હતી અને હત્યા માં તેનો હાથ હોવાનું કબૂલ્યું હતું.બબીતા એ પોલીસને જણાવ્યું હતું કે તે છેલ્લા ૧૦-૧૨ વર્ષથી પંજાબના સુખા ભટ્ટી જોડે સોશિયલ મીડિયાના માધ્યમથી કોન્ટેક્ટ માં છે અને વૈશાલીની હત્યાને તેને સોપારી આપી હતી.પોલીસે બબીતા ની ધરપકડ કરી લીધી હતી અને પંજાબમાં ધામાં નાખ્યા હતા.સવપ્રથમ પોલીસે પંજાબથી ત્રિલોક સિંગ નામના સોપારી કિલારની ધરપકડ કરી લીધી હતી અને બાદમાં બીજો આરોપી સુખા ભઠ્ઠીને પણ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.જોકે ઝડપાયેલા આરોપી સુખા એ જે નિવેદનો આપ્યા હતા એ નિવેદનો બબીતા જોડે મેચ થતાં નહતા.એટલે કે બબીતા એ દરેક ડગલે ને પગલે પોલીસને ગુમરાહ કર્યા હોવાનું સામે આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મોંઘી વસ્તુઓ અને ટેટુ ચિત્રવવામાં ખર્ચ્યા હતા

જેમાં પકડાયેલા આરોપીનું નામ પ્રવીણ સિંગ ઉર્ફે પન્ની છે, જે પંજાબમાં અસામાજિક તત્વો સાથે ઘરોબો ધરાવે છે.તો પહેલા પકડાયેલા તેના સાથી પણ ચોરી ચકારી ની લતે ચડ્યા હતા.ચોંકાવનારી વાત તો એ છે કે પહેલા પકડાયેલા ત્રિલોક સિંગના પિતા આર્મી માં હતા અને આર્મી માંથી નિવૃત્ત થયા બાદ તેઓ નેવીમાં જોડાયા હતા.તો સુખના પિતા પણ આર્મી માં હતા.જોકે સંતાન આડા રવાડે ચડતાં બંને ના પિતા એ તેમને પરિવારમાંથી બેદખલ કરી દીધા હતા.તો હાલ પકડાયેલો પ્રવીણ એ વૈશાલી બળસરાનું મફ્લારથી ગળું દબાવી ને મોતને ઘાટ ઉતરી હતી અને 8 લાખની સોપારીમાંથી તેના ભાગના હિસ્સાના તેણે મોંઘી વસ્તુઓ અને ટેટુ ચિત્રવવામાં ખર્ચ્યા હતા.

વૈશાલીની હત્યા નીપજાવનાર મુખ્ય આરોપી બબીતા ની ધરપકડ થઈ

વૈશાલી મર્ડર કેસ એક એવો કેસ કે હર પળ કઈ નવી વાતો સામે આવી રહી હતી.આ કેસ જાણે કોઈ બોલીવુડ ની થ્રીલર, ક્રાઇમ, એક્શન, મિસ્ટ્રી મુવી સમાન રહી છે અને તેની સ્ક્રિપ્ટ રાઇટર મુખ્ય આરોપી ચાલક અને શાતિર બબીતા છે.અત્યાર સુધી આ કેસમાં તમામ ચાર આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.ત્યારે વૈશાલીની હત્યા નીપજાવનાર મુખ્ય આરોપી બબીતા ની ધરપકડ થઈ તે વખતે આરોપી બબીતા 9 માસની ગર્ભવતી હતી.ત્યારબાદ તે પોલીસ રિમાન્ડ હેઠળ પર હતી અને રિમાન્ડ પુરા થતા તેને જ્યુડીશિયલ કસ્ટડીમાં એટલે કે નવસારીની સબજેલમાં રાખવામાં આવી હતી.

તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ પહોંચી ગયા

પરંતુ ગર્ભવતી હોવાથી તેણે જેલમાં જ પ્રસવપીડા ઉપડી હતી ને ત્યારબાદ નવસારીની એક હોસ્પિટલમાં તેણે પ્રસુતિમાં એક બાળકીને જન્મ આપ્યો હતો.આથી કોર્ટે બબીતા ને મેડિકલ ધોરણે અને માનવતાના આધાર પર 29 દિવસના જામીન મંજૂર કર્યા છે.આથી બબીતા અત્યારે માતા બન્યા બાદ જામીન પર છૂટી છે.વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની હત્યા કેસનો મામલો સમગ્ર જિલ્લામાં ચર્ચા નું કેન્દ્ર બન્યો હતો.. ત્યારે હવે વલસાડ પોલીસ ની ટેક્નિકલ એનાલિસિસ અને કુનેહને કારણે તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ પહોંચી ગયા છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">