વલસાડ : અત્ર , તત્ર અને સર્વત્ર જ્યાં નજર કરશો ત્યાં ખાડા જ ખાડા, લોકોને કમરતોડ હાલાકી

|

Aug 20, 2022 | 12:44 PM

ચૂંટણી સમયે પ્રજાને વિકાસના (Development )મોટા મોટા વાયદાઓ આપનાર વલસાડ જિલ્લાના બે મંત્રીઓ રાજ્ય સરકારમાં છે છતાં વલસાડ જિલ્લાની પ્રજા  બિસમાર રસ્તાઓને કારણે કમરતોડ હાલાકી વેઠી રહી છે.

વલસાડ : અત્ર , તત્ર અને સર્વત્ર જ્યાં નજર કરશો ત્યાં ખાડા જ ખાડા, લોકોને કમરતોડ હાલાકી
Valsad Potholes (File Image )

Follow us on

વહીવટી તંત્રના રેઢિયાળ કારભારને કારણે વલસાડ (Valsad )જિલ્લાના શહેરો તેમજ ગામડાઓના(Villages ) મુખ્ય માર્ગો સહીત આંતરિક માર્ગોની (Roads )હાલત પણ અતિ બિસ્માર થતા પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે પરંતુ જિલ્લાના રાજકીય અને વહીવટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. વલસાડ શહેરમાં તીથલ રોડ, વલસાડ ખેરગામ રોડ, વલસાડ ધરમપુર રોડ, વલસાડથી પારડી રોડ, પારડીથી નાના પોંઢા માર્ગ, ધરમપુરથી વાંસદા, ધરમપુરથી વાપી, વાપીથી સેલવાસ, વલસાડથી ડુંગરી, વાપીથી ઉમરગામ, ધરમપુરથી કપરાડાનો માર્ગ સહીત અંતરીયાળ માર્ગોની હાલત અતિ બિસ્માર બની છે. જે બાબતે તંત્રનું વારંવાર ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. અહીંના જાગૃત નાગરિકો દ્વારા રસ્તામાં ખાડાઓમાં વૃક્ષ રોપી વિરોધ કરાયો હતો પરંતુ જાડી ચામડી ધરાવતા તંત્રના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી.

બિસ્માર માર્ગને કારણે અનેક વાહન ચાલકો સાથે અકસ્માતના બનાવો બન્યા છે. પરંતુ તેઓ તંત્ર સામે રોષ ઠાલવવા સિવાય કશું કરી શકતા નથી. લોકો મજબૂરીમાં ચૂંટાયેલા પદધિકારીઓ અને અધિકારીઓ સામે રોષ વ્યકત કરી રહ્યા છે. ચૂંટણી સમયે મત મેળવવા માટે પ્રજા સામે મોટા મોટા વાયદાઓ કરનાર નેતાઓના વચનો પોકળ સાબીત થયા છે. પ્રાથમિક સુવિધામાં આવતા માર્ગોની મરામત ન કરાવી શકનાર નેતાઓને આવનાર વિધાન સભાની ચૂંટણીમાં પ્રજા ચોક્કસપણે જવાબ આપવાની તૈયારી બતાવી રહી છે.

માર્ગ મકાન વિભાગના મંત્રી પદની કમાન હાથમાં લીધા બાદ પૂર્ણેશ મોદીએ વોટસએપ નંબર જાહેર કરી રાજ્યભરની પ્રજાને તેમના વિસ્તારમાં માર્ગો પર પડેલા ખાડાઓના ફોટા પાડી મોકલવા અપીલ કરી હતી. પરંતુ અહીં તો માર્ગના ખાડાઓ બાબતે પ્રજાએ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં લેવાતા નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જિલ્લાના બે-બે મંત્રીઓ રાજ્ય સરકારમાં બેઠા છે છતાં માર્ગોની બિસમાર હાલત :

ચૂંટણી સમયે પ્રજાને વિકાસના મોટા મોટા વાયદાઓ આપનાર વલસાડ જિલ્લાના બે મંત્રીઓ રાજ્ય સરકારમાં છે છતાં વલસાડ જિલ્લાની પ્રજા  બિસમાર રસ્તાઓને કારણે કમરતોડ હાલાકી વેઠી રહી છે. વિકાસ વિકાસ કરનાર નેતાઓ પ્રજાને પ્રાથમિક સુવિધાઓ પણ આપી શક્યા નથી. જિલ્લાના વલસાડ, વાપી, ઉમરગામ, પારડી, ધરમપુર શહેરના લોકો પણ માગીના જીવલેણ ખાડાઓને કારણે દુર્દશા વેઠી રહ્યાં છે ત્યારે બિન્માર જીવલેણ માર્ગોના રીપેર બાબતે પ્રજાની વાત અવગણવામાં આવી રહી છે.

Next Article