VALSAD : વાપી રેલ્વે સ્ટેશન પર શરૂ ટ્રેને ચડવા જતા મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો, જાણો શું થયું
Vapi railway station : વાપી રેલ્વે સ્ટેશન ઉપર દાદર-બિકાનેર ટ્રેન શરુ થયા બાદ આ ટ્રેનમાં ચડવા જતા એક વ્યક્તિ ફંગોળાયો હતો અને ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે ફસાયો હતો.
VALSAD : વાપી રેલ્વે સ્ટેશન (Vapi railway station) પર શરૂ ટ્રેને ચડવા જતા એક મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો હતો. વાપી રેલ્વે સ્ટેશન ઉપર દાદર-બિકાનેર ટ્રેન શરુ થયા બાદ આ ટ્રેનમાં ચડવા જતા એક વ્યક્તિ ફંગોળાયો હતો અને ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે ફસાયો હતો. આ વ્યક્તિ થોડે સુધી ઢસડાયો પણ હતો, પણ રેલ્વે સ્ટેશન ઉપર હાજર અન્ય મુસાફરો અને પોલીસે વ્યક્તિને બચાવી લીધો હતો. આ મુસાફરને ઢસડાતા જોતા જ અન્ય એક મુસાફરે દોડીને આ મુસાફરને ખેંચીને બહાર કાઢ્યો હતો. આ મુસાફરને સામાન્ય ઈજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે વાપી રેલ્વે સ્ટેશન (Vapi railway station) પર જાનહાની ટળી હતી.
Latest Videos