રાજ્યમાં મેઘાની જમાવટ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો બન્યા જળમગ્ન

|

Jun 21, 2022 | 11:40 AM

હવામાન વિભાગ દ્વારા આજે પણ દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ  અને નવસારી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થશે.

રાજ્યમાં મેઘાની જમાવટ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો બન્યા જળમગ્ન
Heavy Rain in Gujarat

Follow us on

છેલ્લા 24 કલાકમાં રાજ્યના(Gujarat)  મેટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી હતી.વલસાડ, (Valsad) વાપી સહિત નર્મદામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા.વલસાડના ઉમરગામમાં 10 ઇંચ વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, તો વલસાડમાં સાડા ચાર ઇંચ,વાપીમાં પણ ચાર ઇંચ અને નર્મદાના(narmada)  ગરુડેશ્વરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.ઉપરાંતપારડી અને તિલકવાડામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ  અને નવસારી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થશે.તેમજ સૌરાષ્ટ્રમાં (Saurashtra) રાજકોટ, અમરેલી, ગીર સોમનાથની આસપાસના વિસ્તારમાં મેઘરાજાની મહેર જોવા મળશે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

વરસાદને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં (Ahmedabad) છૂટો છવાયો વરસાદ રહેશે. ભારે વરસાદને પગલે માછીમારોને (Fishermen)દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બીજી તરફ ભારે વરસાદને પગલે દુર્ઘટના

ગુજરાતના સુરત (Surat) અને વલસાડ જિલ્લામાં(Valsad District)  બે અલગ-અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી બે સગીર સહિત ચારના મોત થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા ગામના રહેવાસી મહેન્દ્ર મલેક અને તેનો પિતરાઈ ભાઈ રેહાન પઠાણ રવિવારે તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યાં બંને બાળકો તળાવ પાસે ફરવા ગયા હોવાનું જાણવા મળ્યુ હતુ. જે બાદ પરિવારજનોએ રેહાન અને મહનૂરના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. આ મામલે કોસંબા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે પોલીસે બંને બાળકોના મૃતદેહને માંગરોળના (Mangrol taluka) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યા છે.

Next Article