વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘ તાંડવ, ઉમરગામમાં 9.6 ઇંચ વરસાદ, નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યાં

સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 9.36 ઇંચ, કપરાડામાં 1.88 ઇંચ, ધરમપુરમાં 1.2 ઇંચ, પારડીમાં 3.25, વલસાડમાં 4.08 ઇંચ અને વાપીમાં 3.6 ઇંચ વરસાદ પડ્યો હતો.

વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘ તાંડવ, ઉમરગામમાં 9.6 ઇંચ વરસાદ, નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યાં
Rain water on the National Highway
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 10:47 PM

વલસાડ (Valsad)  જિલ્લાના ઉમરગામ (Umargam) માં મેઘ તાંડવ સર્જાયું હતું. ચાર કલાકમાં 4 ઇંચ વરસાદ (Rain) ખાબકી જતાં સર્વત્ર પાણી ફરી વળ્યાં હતાં. ઉમરગામમાં દિવસનો કુલ સાડા 9 ઇંચ વરસાદ પડી જતાં ઉરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. રસ્તા ઉપર પાણી ફરી વળતાં લોકોને મુશ્કેલી પડી હતી. સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 9.36 ઇંચ, કપરાડામાં 1.88 ઇંચ, ધરમપુરમાં 1.2 ઇંચ, પારડીમાં 3.25, વલસાડમાં 4.08 ઇંચ અને વાપીમાં 3.6 ઇંચ વરસાદ પડ્યો હતો. વાપી શહેરના રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળતાં વાહન ચાલકોને હાલાકી પડી હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 ઉપર પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં.

વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદે તારાજી સર્જી હતી. વલસાડના મુલ્લાંવાડી વિસ્તારમાં વૃક્ષ ધરાશાઈ થયું હતું. વર્ષો જૂનું લીંબડાનું વૃક્ષ ધરાશાઈ થયું હતું જેમાં 1 મહિલાને ઈજા પહોંચી હતી. વૃક્ષ ધરાશાઇ થવાથી 2 કાચા મકાનોને નુકસાન થયું હતું. અચાનક ધોધમાર વરસાદ પડતા જનજીવન ઉપર અસર પડી હતી. ભારે વરસાદના કારણે વલસાડ રેલવે યાર્ડમાં મહાકાય વૃક્ષ ધરાશાઇ થયું હતું. જેમાં એક વીજ થાંભલો અને એક બાઈક વૃક્ષ નીચે દવાયાં હતાં. થાંભલો પડી જતાં થોડા સમય સુધી રેલવે યાર્ડમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે કોઈ ઈજા કે જાનહાનિ થઈ નહોતી.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

વલસાડના નારગોલ ગામમાં ભારે વરસાદથી 200 વર્ષ જૂનું મકાન ધરાશાઈ થઇ ગયું હતું. મકાન વર્ષોથી જર્જરિત અને બંધ હાલતમાં હતું. નારગોલના કારભારી પારડી પરિવારનું મકાન હતું. મકાન ધરાશાઇ થતાં બાજુના ઘરોમાં રહેતા પરિવારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે મકાન ખાલી હોવાથી આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. વલસાડના અબ્રામા ખાતે આવેલ ખંદાર નગરીમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં હતાં. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યાં હતાં. દર વર્ષની આ સમસ્યા છે પરંતુ તંત્રને દરકાર નથી જેના કારણે સ્થાનિકોનો હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

નવસારીઃ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. નવસારીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત ગણદેવી, ચીખલીમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. નવસારી શહેરમાં આવેલા કાલિયાવાડી, દુધિયા તળાવ, મંકોડીયા સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

ડાંગઃ સાપુતારાના વાતાવરણમાં પલ્ટા સાથે વહેલી સવારે વરસાદ પડ્યો હતો. સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક વાતાવરણ હતું. ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ઝીરોવિઝીબિલિટીને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.

વડોદરાઃ પાદરા શહેર સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં પાદરાના જાહેર માર્ગો પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. પાણીની ટાંકી, ફુલબાગ, જગાતનાકા, નવા એસટી ડેપો, પાતળિયા હનુમાન રોડ, જેન સ્કૂલ, ગાંધી ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાં. લુના ગાયજ, ગણપતપુરા, જાસપુર, ડભાસા, સાગમા, લક્ષ્મીપુરા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ડભોઇ શહેર અને તાલુકામાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. ડભોઇના સ્ટેશન રોડ, શિનોર ચોકડી, ચાણોદ ફાટક, જનતાનગર, નવીનગરી તલવાપુરા જેવા વિસ્તારોમાં ઉપરાંત ડભોઇ તાલુકાના વસાઇપુરા, કડોદરા, ઢોલાર, મોરપુરા, મોતીપુરા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી રસ્તા પર વરસાદી પાણી વહેતાં થયાં હતાં.

રાજકોટઃ રાજકોટના પશ્નિમ ઝોનમાં વરસાદ પડ્યો હતો. માધાપર ચોકડી, ૧૫૦ ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગઇકાલે પણ પશ્નિમ ઝોનમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રાજકોટ-જામનગર હાઇ વે પર પડઘરી નજીક ધોધમાર વરસાદ પડ્યો હતો. રામપરસ તરઘડીસ, પડઘરી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.

અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલા પંથકના છાપરી, લીખાળા, ડેડકડી સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. સતત 11 દિવસથી અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ છે.

બોટાદઃ ગઢડા તાલુકાના ઢસા ગામે વરસાદ પડ્યો છે. ગ્રામ્ય પંથકમાં ઢસા, પાટણા, રસનાળ, પીપરડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.

અરવલ્લીઃ ભિલોડા પંથકમાં ભિલોડા, લીલછા, મઉ અને ભવનાથ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. 6 દિવસના વિરામ બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગની રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલી, વલસાડમાં ભારે વરસાદ પડવાની સાથે વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી જૂન મહિનામાં સીઝનનો 23 મીમી વરસાદ પડ્યો છે. અમદાવાદ ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">