Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલસાડમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસ્યો વરસાદ, કેટલીક જગ્યાએ વીજ પ્રવાહ બંધ

વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ થયો હતો. શાકમાર્કેટના બજારમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા હતા.

વલસાડમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસ્યો વરસાદ, કેટલીક જગ્યાએ વીજ પ્રવાહ બંધ
વલસાડમાં વરસ્યો વરસાદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 9:09 AM

Valsad : ગુજરાત પરથી બિપરજોય વાવાઝોડાનું (Biparjoy Cyclone) સંકટ તો ટળી ગયુ છે. જો કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે (Meteorological department) ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. ડાંગ, તાપી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. વલસાડના અનેક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો- Mandi : બનાસકાંઠાના ધાનેરા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 3245 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

વરસાદ બાદ વીજ પુરવઠો ખોરવાયો

વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ થયો હતો. શાકમાર્કેટના બજારમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા હતા. વરસાદી માહોલના પગલે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

ચોમાસા માટે ગુજરાતવાસીઓએ જોવી પડશે રાહ

બીજી તરફ ગુજરાતવાસીઓએ ચોમાસા માટે હજુ પણ રાહ જોવી પડશે. ચોમાસું ક્યારે આવશે તેને લઈ હજુ પણ કોઈ સ્પષ્ટતા નથી. મુંબઈમાં ચોમાસાનું આગમન થાય પછી જ ગુજરાતમાં ચોમાસું આવશે. જોકે ભેજવાળા વાતાવરણના કારણે આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય. વાદળ આવશે પણ વરસાદ નહીં પડે.

મહત્વનું છે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ હજુ સુધી થયો નથી. આમ છતા અત્યાર સુધીમાં ગુજરાતના કચ્છમાં 63.62 ટકા વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં 35.95 વરસાદ ખાબક્યો છે. અરવલ્લીમાં 26.99 ટકા વરસાદ ખાબકયો છે. તો બનાસકાંઠામાં 25.96 , પાટણમાં 26.23 ટકા વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 16 ટકા વરસાદ નોંધાયો છે. તો દેવભૂમિ દ્વારકામાં 4.58 અને પોરબંદરમાં 19.50 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો 4 ટકા વરસાદ વરસ્યો છે.

ગુજરાત સહિત વલસાડ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">